Home News Update Nation Update ડેપ્યુટી કલેક્ટરને જેલમા ધકેલાયા…

ડેપ્યુટી કલેક્ટરને જેલમા ધકેલાયા…

0

Published By:-Bhavika Sasiya

  • ડેપ્યુટી કલેક્ટર સુનિલ કુમાર ઝાની આદિવાસી વિદ્યાર્થિનીઓ સાથે દુર્વ્યવહાર કરવા બદલ ધરપકડ, જેલમાં ધકેલાયા…

મધ્યપ્રદેસનાં ઝાબુઆના ડેપ્યુટી કલેક્ટરસુનીલ કુમાર ઝાની વિરુદ્ધ મંગળવારે સવારે ઝાબુઆ પોલીસ સ્ટેશનમાં તેમની કાર્યશૈલીના કારણે કેસ નોંધવામાં આવ્યો છે. તેમની પર આરોપ છે કે ગત રવિવારે દિવસના સમયે તે અચાનક ઝાબુઆના નવીન આદિવાસી કન્યા આશ્રમમાં તપાસ માટે પહોંચ્યો હતો અને ત્યાં તેણે ત્રણ સગીર આદિવાસી છોકરીઓ સાથે અશ્લીલ હરકતો કરી હતી. તયારે મંગળવારે બપોરે, પોલીસે તેની ધરપકડ કરી અને તેને સ્પેશિયલ કોર્ટ ઝાબુઆમાં રજૂ કર્યો હતો, જ્યાંથી ઝાને જેલમાં મોકલવામાં આવ્યો. જૉકે એસડીએમને સસ્પેન્ડ કરીને બુરહાનપુર હેડક્વાર્ટર મોકલવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઝા પોતાની કાર્યશૈલીના કારણે લાંબા સમયથી વિવાદોમાં હતા. અગાઉ તેમના પર રેતી માફિયાઓ પાસેથી ગેરકાયદે વસૂલાતનો આરોપ હતો. આ મામલે એક ઓડિયો પણ વાયરલ થયો હતો. હવે સગીર આદિવાસી યુવતીઓ સાથે દુષ્કર્મનો ગંભીર આરોપ લાગ્યો છે. આ આરોપો 13-13 અને 11 વર્ષની એમ ત્રણ છોકરીઓએ લગાવ્યા છે. તેમણે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે 9 જુલાઈના રોજ રજા હોવાથી તે આશ્રમની બહાર રમી રહી હતી. ત્યારે જ SDM નું વાહન થંભી ગયું હતું.આશ્રમનું નિરીક્ષણ કરતી વખતે તે એક વખત તેના 5 નંબરના રૂમમાં આવ્યો અને ચાલ્યો ગયો. પછી બીજી વાર પાછા આવીને બેઠા. ચર્ચા કરતી વખતે તેણે માત્ર અશ્લીલ હરકતો જ નહીં પરંતુ લાંબા સમય સુધી અયોગ્ય પ્રશ્નો પણ પૂછ્યા જે તેને પસંદ ન આવ્યા. જ્યારે સુપરિન્ટેન્ડેન્ટને ખરાબ સ્પર્શ વિશે જાણ કરવામાં આવી, ત્યારે તેણે તરત જ વરિષ્ઠ અધિકારીઓને જાણ કરી. આ પછી એસડીએમ ઝાની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version