Published by : Rana Kajal
આજકાલ ટ્રસ્ટની અને અન્ય એનજીઓની હોસ્પિટલોના કર્તાહર્તા ઍવી માન્યતા ધરાવતાં હોય છે કે કંઈ પણ થાય અને જો દર્દી વળતર કે અન્ય બાબતો અંગે કાનૂની કાર્યવાહી કરે તો સંપૂર્ણ જવાબદારી ડોકટરની રહે છે. પરંતું આ માન્યતાને ખોટી જાહેર કરતાં રાષ્ટ્રીય ગ્રાહક કમિશને એવો નિર્ણય જાહેર કર્યો હતો કે હોસ્પિટલના કર્તાહર્તા પણ એટલાજ જવાબદાર ગણાય જેટલા કે તબીબ..આ અંગે વધુ વિગતે જોતા ચંદીગઢ ની ઍક હોસ્પિટલમાંં ગર્ભવતી મહિલાને યોગ્ય લોહી ચઢાવવામાં ન આવતા ગર્ભસ્થ બાળકનું મોત નિપજ્યું હતું તેથી વળતર અંગેની કાર્યવાહી કરવામા આવતા રાષ્ટ્રીય ગ્રાહક કમિશને એવો નિર્ણય લીધો હતો કે હોસ્પિટલના કર્તાહર્તા પણ એટલા જ જવાબદાર ગણાય.