- ડોક્ટર પર હુમલાના એક કલાકમાં FIR નોંધાવી જોઈએ….કોર્ટે સરકારની ઝાટકણી કાઢતા કહ્યું- સુરક્ષા માટે શું કરો છો?
કેરળમાં ડોક્ટરો અને અન્ય આરોગ્ય કર્મચારીઓ પર હુમલાની વધતી ઘટનાઓ પર કેરળ હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. એક રિપોર્ટ અનુસાર, કેરળ હાઈકોર્ટે જણાવ્યુ હતું કે, ડોક્ટરો પર હુમલાના બનાવમાં એક કલાકની અંદર FIR નોંધવામાં આવે. જેને લઈ હાઈકોર્ટે પોલીસને આદેશ જાહેર કર્યો છે. આ અંગેની સુનાવણી દરમિયાન કોર્ટમાં જસ્ટિસ દેવન રામચંદ્રન અને કૌસર ઈડાપ્પગથની ડિવિઝન બેન્ચે આ કેસમાં રાજ્ય સરકારને સવાલ કર્યો હતો કે રાજ્ય સરકાર ડોક્ટરોની સુરક્ષા માટે શું પગલાં લઈ રહી છે. આ સાથે એક કલાકમાં પોલીસમાં ફરિયાદ નોંધાવવાનો આદેશ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે
જેથી હાઈકોર્ટના આદેશ અનુસાર, આ કેસોમાં એક કલાકની અંદર FIR નોંધવામાં આવે અને દોષિતોની વહેલી તકે ધરપકડ કરવામાં આવે તેવી સૂચના પણ આપવામાં આવી છે હાઈકોર્ટે કહ્યું કે આવી કાર્યવાહીથી ગુનેગારોમાં ડર પેદા થશે અને તેઓ આવી ભૂલ નહીં કરે. વધુ વિગતે જોતાં ડોક્ટર્સ સામે હિંસાની ઘટનાઓ ચોંકાવનારી છે. કેરળ રાજ્યમાં દર મહિને ઓછામાં ઓછી 10 થી 12 આવી ઘટનાઓ સામે આવી રહી છે. આ વર્ષે અત્યાર સુધીમાં ડોક્ટરો પર હુમલાની 137 ઘટનાઓ નોંધાઈ છે. બેન્ચે કહ્યું કે, હોસ્પિટલના કોઈપણ સ્ટાફ સહિત ડોક્ટર પર હુમલાની દરેક ઘટનાને રોકવી જોઈએ. આ સાથે કોર્ટે આદેશ આપ્યો છે કે આવી ઘટનાઓમાં સંબંધિત પોલીસ સ્ટેશનમાં માહિતી આપવામાં આવે કે તરત જ એક કલાકમાં પોલીસ અધિકારી કેસ નોંધી કાર્યવાહી કરવામાં આવે તેમજ આ આદેશમાં રાજ્યની હોસ્પિટલના ડોક્ટર અને સ્વાસ્થ્ય કર્મચારીઓ સામે હુમલા સંબંધિત કેસમાં રાજ્ય પોલીસ વડાને કહેવામાં આવ્યું છે કે, પોલીસે એક કલાકની અંદર FIR વિશેષ કાયદા હેઠળ અને ભારતીય દંડ સહિતા હેઠળ નિશ્ચિત સમયમાં નોંધવાની જરૂર છે. આ બાબતોમાં કોઈ ઔપચારિકતાની જરૂર નથી.
જો આવી કોઈ ઘટના બને તો તાત્કાલિક પગલાં લેવા જોઈએ. કોર્ટે કહ્યું કે જો જરૂરી હોય તો આ કાર્યવાહીમાં ગુનેગારોની ધરપકડ પણ કરવામા આવે તેવી કડક સૂચના આપવામાં આવી હતી કેરળ હાઈકોર્ટ
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, પોલીસની આ કાર્યવાહીથી ગુનેગારોમાં ડર રહેશે અને તેઓ આવી ભૂલ કરતા પહેલા ઘણીવાર વિચારશે. એવું જોવા મળે છે કે હોસ્પિટલના કર્મચારીઓ પર વારંવાર હુમલા થાય છે. જોકે, દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે, આવામાં જો ડોક્ટરો હુમલા વધતા રહેશે તો તેની અસર આરોગ્ય તંત્ર પર પણ પડશે. સાથેજ કોર્ટે રાજ્ય સરકારને પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરવાની સૂચનાઓને ધ્યાનમાં લઈને 16 ડિસેમ્બર સુધીમાં આગળની કાર્યવાહી કરવા માટે સૂચનો આપવા જણાવ્યું છે.