Home International ડોલરને ટક્કર આપવા તૈયાર ભારત…64 દેશની સાથે રૂપિયામાં બિઝનેસ થશે…

ડોલરને ટક્કર આપવા તૈયાર ભારત…64 દેશની સાથે રૂપિયામાં બિઝનેસ થશે…

0

Published by : Vanshika Gor

દુનિયાના બીજા દેશો સાથે વેપારમાં ડૉલરની નિર્ભરતા ઘટાડવા માટે ભારત દ્વારા લેવાયેલું પગલું અસરકારક સાબિત થઈ રહ્યું છે. રશિયા સાથે રૂપિયામાં વેપાર શરૂ થયા બાદ દેશમાં 17 વોસ્ટ્રો એકાઉન્ટ (vostro Account) ખોલવામાં આવ્યા છે અને જર્મની, ઈઝરાયેલ, જર્મની જેવા વિકસિત દેશો સહિત 64 દેશોએ રૂપિયા દ્વારા વેપાર કરવા માટે રસ દાખવ્યો છે . આરબીઆઈએ જુલાઈ 2022 માં વિદેશમાંથી વ્યાજ આકર્ષિત કરવા અને ડોલર પર નિર્ભરતા ઘટાડવા માટે રૂપિયામાં ટ્રેડ સેટલમેન્ટ સિસ્ટમનો પ્રસ્તાવ મૂક્યો હતો. યુરોપિયન યુનિયનમાં સમાવિષ્ટ દેશ જર્મની પ્રથમ વખત એશિયાના કોઈપણ ચલણ એટલે કે ભારતીય રૂપિયા સાથે વ્યાપાર કરવા આગળ આવ્યો છે. જો ભારતનો રૂપિયો 30થી વધુ દેશો સાથે વેપાર કરે છે, તો આવી સ્થિતિમાં તે આંતરરાષ્ટ્રીય વ્પાયાપિક મુદ્રાનું રૂપ લઈ શકે છે.

બેંકોના સંપર્કમાં છે પડોશી દેશો:
પ્રારંભિક તબક્કામાં રશિયા બાદ શ્રીલંકાએ પણ ભારતીય રૂપિયામાં વેપાર કરવા માટે સહમતિ દર્શાવી હતી. જ્યારે હવે આફ્રિકાના ઘણા દેશો, બાંગ્લાદેશ, નેપાળ અને મ્યાનમાર જેવા પડોશી દેશો પણ રૂપિયામાં વેપાર કરવા ઇચ્છુક દેશોમાં સામેલ થઈ ગયા છે. આ દેશો તેમના વિદેશી મુદ્રા ભંડારમાં ડોલરની અછતનો સામનો કરી રહ્યા છે. જ્યારે તાજિકિસ્તાન, ક્યુબા, લક્ઝમબર્ગ અને સુદાન પણ રૂપિયામાં ટ્રેડ સેટલમેન્ટ કરવા માટે વાતચીત કરી રહ્યા છે. આ ચાર દેશોએ રૂપિયામાં ટ્રેડ સેટલમેન્ટ માટે ખાસ વોસ્ટ્રો એકાઉન્ટ માટે પગલાં લીધાં છે. આ દેશો ભારતમાં આવા ખાતાઓ ચલાવતી બેંકોના સંપર્કમાં છે. મોરેશિયસ અને શ્રીલંકા જેવા દેશો માટે સ્પેશિયલ વોસ્ટ્રો એકાઉન્ટને આરબીઆઈ દ્વારા પહેલાથી જ મંજૂરી આપવામાં આવી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version