Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchડ્રગ્સનું ઉત્પાદન રોકવા બંધ કંપનીઓનો સર્વે શરૂ….ભરૂચ પોલીસ એકશનમાં…

ડ્રગ્સનું ઉત્પાદન રોકવા બંધ કંપનીઓનો સર્વે શરૂ….ભરૂચ પોલીસ એકશનમાં…

  • ડ્રગ માફિયાઓ પ્લોટ- કંપનીઓ ભાડે રાખી ડ્રગ્સનું ઉત્પાદન કરે છે… અગાઉ પાનોલીમાંથી 1300 કરોડનું ડ્રગ્સ ઝડપાયુ હતુ…

અગાઉ ભરૂચ જિલ્લાની પાનોલી જીઆઇડીસીમાંથી ડ્રગ્સની ફેકટરી ઝડપાયાના 4 મહિના બાદ પોલીસે અંકલેશ્વર તથા પાનોલીમાં આવેલી બંધ ફેકટરીઓ તથા ખાલી પડેલા શેડનો ગુપ્તરાહે સર્વે શરૂ કર્યો હોવાની વિગતો બહાર આવી છે. ખાસ કરીને દુરવર્તી વિસ્તારોમાં આવેલાં શેડ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.ગુજરાતમાં એમડી ડ્રગ્સનો વેપલો વધી રહયો હોવાથી સરકાર અને પોલીસ સતર્ક બની ચુકી છે. ખાસ કરીને ભરૂચ અને વડોદરા જિલ્લામાંથી તો ડ્રગ્સનું ઉત્પાદન કરતી ફેકટરીઓ ઝડપાય ચુકી છે. ભરૂચ જિલ્લાના પાનોલીમાં આવેલી ઇન્ફિનીટી નામની કંપનીમાંથી ચાર મહિના પહેલાં 1,383 કરોડ રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો.

હવે વડોદરામાંથી પણ ડ્રગ્સ બનાવવાની ફેકટરી ઝડપાતાં ભરૂચ પોલીસ સર્તક બની છે. ખાસ કરીને અંકલેશ્વર અને પાનોલી જીઆઇડીસીમાં આવેલી બંધ ફેકટરીઓ તેમજ ખાલી પડેલા શેડનો ગુપ્ત રાહે સર્વે કરવામાં આવી રહયો છે. પંજાબની જેમ હવે ગુજરાતમાં પણ ડ્રગ્સનું સેવન કરવાનું ચલણ વધી રહયું હોવાથી વાલીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે. ભરૂચ જિલ્લામાં ડ્રગ્સનો કારોબાર રોકવા માટે પોલીસની ટીમો સતત દોડધામ કરી રહી છે. ડ્રગ્સ માફિયાઓને મોકળુ મેદાન ન મળી જાય તે માટે બંધ ફેકટરીઓ અને શેડ તથા પ્લોટ પર ચાલતી ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે.

અંકલેશ્વર અને પાનોલીમાં આવેલી 1,800 જેટલી કંપનીઓ તથા શેડ પર ચાર મહિનાથી પોલીસની ચાંપતી નજર

મંદીના કારણે ઉદ્યોગો હાલ કફોડી સ્થિતિમાં છે. ભારતમાંથી આયાત કરવામાં આવતાં કેમિકલ પર ચીને 14 થી 82 ટકા જેટલી એન્ટી ડમ્પિંગ ડયુટી લગાવી દેતાં અંકલેશ્વર-પાનોલીના 70 ટકા ઉદ્યોગો બંધ હાલતમાં છે. આવા સંજોગોમાં ફેકટરીઓ કે શેડ ભાડે આપવાની પ્રવૃતિ વધી શકે તેમ હોવાથી કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તકેદારીના પગલાં ભરી રહી છે. ઉદ્યોગો હાલ મંદીના દોરમાંથી પસાર થઇ રહ્યાં છે. હાલના દિવસોમાં
મંદીના કારણે ઉદ્યોગો હાલ કફોડી સ્થિતિમાં છે.

ભારતમાંથી આયાત કરવામાં આવતાં કેમિકલ પર ચીને 14 થી 82 ટકા જેટલી એન્ટી ડમ્પિંગ ડયુટી લગાવી દેતાં અંકલેશ્વર-પાનોલીના 70 ટકા ઉદ્યોગો બંધ હાલતમાં છે. આવા સંજોગોમાં ફેકટરીઓ કે શેડ ભાડે આપવાની પ્રવૃતિ વધી શકે તેમ હોવાથી કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તકેદારીના પગલાં ભરી રહી છે. ઉદ્યોગો હાલ મંદીના દોરમાંથી પસાર થઇ રહ્યાં છે.

ચેકિંગ સહિતની કામગીરી ચાલી રહી છે

અંકલેશ્વર- પાનોલી કેમિકલ કલસ્ટર હોવાથી વિશેષ તકેદારી રાખી રહયાં છે. કેમિકલ્સની હેરાફેરી તથા ઉપયોગ ઉપરાંત પ્લોટ કે ફેકટરીને ભાડે આપવા સહિતની પ્રવૃતિઓ પોલીસની નજરમાં છે. એમ જિલ્લા પોલીસ વડા ડૉ. લીના પાટીલે જણાવ્યુ હતુ.

ઉદ્યોગકારોની મદદથી વિગતો મેળવાય રહી છે

અંકલેશ્વર અને પાનોલી જીઆઇડીસીમાં આવેલાં પ્લોટ, શેડ અને ફેકટરી અંગે ઉદ્યોગકારો પાસેથી માહિતી મેળવવામાં આવી છે. આ ઉપરાંત જીઆઇડીસીમાં હવે મોટો પ્લોટ ખરીદી તેમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નાખવામાં આવી રહયાં હોવાથી તેના ઉપર પણ ધ્યાન કેન્દ્રીત કરાયું છે. આગામી દિવસોમાં ફેક્ટરીઓ અને શેડોનો ડેટાબેઝ તૈયારી કરી આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે.

અગાઉ લઠ્ઠાકાંડ સમયે ઘનિષ્ઠ ચેકિંગ થયું હતું

બોટાદમાં થોડા મહિનાઓ અગાઉ ઝેરી દારૂ પીવાના કારણે 35થી વધારે લોકોના મોત થયાં હતાં. આ ઘટના બાદ ભરૂચ જિલ્લામાં ઇથેનોલનું ઉત્પાદન અને વેચાણ કરતી 300 જેટલી કંપનીઓની તપાસ કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!