સુરતના સચિન વિસ્તારમાં ડ્રગ્સના કેસમાં વોન્ટેડ આરોપીના પિતાનું જીવન સુરતની સચિન પોલીસે ઉગાર્યું છે. છેલ્લા એક મહિનાથી એસઓજીએ પકડેલા ડ્રગ્સ કેસમાં વોન્ટેડ આરોપીને તપાસ માટે સચિન પોલીસ તેના ઘરે પહોંચી તો તેના પિતા ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં રહેતા હોવાનું જાણવા મળ્યું. એટલી દુર્ગંધ અને કીડા જીવાતની વચ્ચે પિતા જીવન વ્યતીત કરતા હતા. જે જોઈ સચિન પોલીસના બંને પોલીસ કર્મી અત્યંત વિમાસણમાં મુકાયા હતા. અને ત્યારબાદ પોલીસે પોતાની માનવતા મહેકાવી વૃદ્ધને આવી પરિસ્થિતિમાંથી બહાર કાઢી એનજીઓની મદદથી શેલ્ટર હોમ મોકલી આપવાની વ્યવસ્થા કરી હતી.
સુરત શહેર પોલીસ સુરતને ડ્રગ્સ મુક્ત શહેર બનાવવા માટે સે નો ટુ ડ્રગ્સ ચલાવી રહી છે. જે અંતર્ગત ગત 16 ઓક્ટોમ્બરના રોજ સુરતની એસઓજી પોલીસે શહેરમાંથી મોટું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. આ ગુનામાં પોલીસે સચિનમાં રહેતા પપ્પુ નામના યુવકને વોન્ટેડ જાહેર કર્યો હતો. ત્યારે છેલ્લા એકથી દોઢ મહિનાથી આ પપ્પુને પકડવા પોલીસ પ્રયાસ કરી રહી છે દરમિયાન સુરત સચિન પોલીસના બે પોલીસ કર્મી આ યુવકનું એડ્રેસ શોધી તેના ઘરે તપાસ કરવા માટે ગઈ હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે તે છેલ્લા દોઢ માસથી ડ્રગ્સ કેસમાં ફરાર હોવાથી ઘરે આવ્યો જ નથી. જેને લઇ તેના વૃદ્ધ પિતાની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. પિતા અત્યંત દુર્ગંધવાળી અને કીડા-મકોડા જેવા જીવાતોની વચ્ચે જીવન પસાર કરી રહ્યા છે. આ સ્થિતિ જોતા જ સચિનના બંને પોલીસ કર્મી સ્તબ્ધ થઈ ગયા હતા. અને આ વૃદ્ધ માટે સારી જિંદગી મળે રહે તે માટેના પ્રયાસો શરૂ કરી દીધા હતા.

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ ઓક્ટોબર માસમાં 509 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે કેટલાક આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાંથી એક પપ્પુને વોન્ટેડ જાહેર કરાયો હતો.પપ્પુની સચિનમાં રહેતો હોવાની ઓળખ થયા બાદ તેની શોધખોળ પોલીસે શરૂ કરી હતી. જેથી તેના ઘરને તપાસ કરવા માટે સચિન પોલીસ સ્ટેશનના એએસઆઇ કિશોર પાટીલ અને હેડ કોન્સ્ટેબલ સહદેવ સિંહને મોકલ્યા હતા .જ્યા બંને પોલીસ કર્મી આરોપીના ઘરે પહોંચ્યા તો ઘરની સ્થિતિ જોઈ તેઓ ચોંકી ઉઠ્યા હતા. કારણ કે પહેલા તો ઘરનો દરવાજો બંધ હતો અને ઘરની અંદર એક વૃદ્ધ સિવાય બીજું કોઈ હતું નહીં. સાથે અત્યંત અસહ્ય દુર્ગંધ ઘરમાંથી આવી રહી હતી. આ બધાની વચ્ચે વૃદ્ધ પોતાનું જીવન ગુજારી રહ્યા હતા.

ડ્રગ્સ કેસમાં ભાગતો ફરતો આરોપી પપ્પુને તેના પિતાની પણ કોઈ જ ચિંતા હતી નહીં. ત્યારે પોલીસ જ ખરા અર્થમાં આ વૃદ્ધના તારણહાર બન્યા હતા. અનેક લોકોને ડ્રગ્સ આપી તેમનું જીવન બરબાદ કરનાર યુવકના પિતાનું જ જીવન ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યું હતું. ત્યારે સુરતની સચિન પોલીસે ડ્રગ્સ આપી જીવ લેનારના પિતાનું જીવન પોલીસે બચાવ્યું હતું. આ અંગે સચિન પોલીસ મથકના પીઆઇ આરઆર દેસાઈએ જણાવ્યું હતું કે ડ્રગ્સ કેસમાં નાસ્તા ફરતા સચિનના આરોપીને પકડવા માટે અમારા પોલીસ મથકના બે કોન્સ્ટેબલને તેના ઘરે મોકલીયા હતા. ત્યારે આરોપી તો મળી આવ્યો ન હતો પરંતુ તેના પિતાની હાલત ખૂબ જ ખરાબ હોવાનું બંને પોલીસ કર્મીઓએ જણાવ્યું હતું. અને તેમની માટે આ બંને પોલીસ ગરમી ખૂબ જ ચિંતા વ્યક્ત કરી હતી. અને ત્યારબાદ બંને પોલીસકર્મીઓએ સંસ્થાનો પ્રયાસ કરીને નર્ક જેવી સ્થિતિમાં રહેતા પિતાને ઉગાર્યા હતા.

75 વર્ષીય વૃદ્ધ રામલાલની આવી હાલત જોતા પુત્ર સિવાય તેનું સુરતમાં કોઈ સગા સંબંધી કે વારસદાર છે કે નહીં તે તપાસ કરી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે તેમની દીકરીના લગ્ન પણ સુરતમાં જ થયા છે. જેથી તેની દીકરીને બોલાવવાનો પ્રયાસ કરાયો ત્યારે સૌ પ્રથમ તો તેને ત્યાં આવવાનો પણ ઇનકાર કરી દીધો હતો. આ અંગે એસ આઈ કિશોર પાટીલ સાથે વાત કરતા તેને જણાવ્યું હતું દાદાની આવી હાલતથી આસપાસ સૌ કોઈ પરિચિત હતા. પરંતુ તેના દીકરાના કારનામા અને કરતૂતને કારણે તેમની સાથે કોઈ સંબંધ રાખતું ન હતું. જોકે દીકરાની કરતૂતને કારણે પાડોશીઓએ પોતાનો માનવીય અભિગમ પણ દાખવ્યો ન હતો. વૃદ્ધ અનેક દિવસોથી લાચાર અને અતિ ખરાબ જીવન પસાર કરી રહ્યા હતા છતાં તેને આવી સ્થિતિ વિશે જાણ કરવા માટે પણ કોઈ આગળ આવતું ન હતું.

વૃદ્ધ રામલાલની સ્થિતિ અંગે તરુણ મિશ્રાએ વધુમાં જણાવ્યું હતું કે અમારી ટીમ ત્યાં પહોંચી અને દાદાને સૌપ્રથમ પારિવારિક હુંફ આપી હતી. છેલ્લા અનેક દિવસોથી તે ન્હાયા પણ ન હતા. જેથી તેમના શરીરમાંથી પણ ખૂબ જ દુર્ગંધ આવતી હતી. જેથી તેમને પહેલા નવડાવ્યા હતા. તેમના વાળ અને દાઢી જાતે અમારી ટીમે કાપ્યા હતા. તેમની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે દાદાને તો વ્યવસ્થિત જોઈ જ નથી શકતા. જેથી તાત્કાલિક તેમને પહેલા આઈ ચેક અપ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. દાદાનુ આંખનું સૌપ્રથમ આઈ ચેક અપ કરાવવામાં આવ્યું અને જરૂરી ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી. ત્યારબાદ અમારા પર્વત પાટિયા ખાતે ચાલી રહેલા સેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા છે. હાલ દાદાની તબિયત ખૂબ જ સારી છે અને હવે તેઓ વ્યવસ્થિત જીવન જીવી રહ્યા છે.