Published By : Patel Shital
- ગુજરાતમાં 50 % ડ્રોપ આઉટ રેશિયો…
દેશમાં હજી પણ ડ્રોપ આઉટની સમસ્યા એટલે કે ભણતર અધુરૂં છોડવાની સમસ્યા ઓછી થઈ નથી. વાલીની આર્થીક પરિસ્થિતિ તેમજ અન્ય કારણોસર વિદ્યાર્થીઓને ભણતર અધુરૂં મુકવાની ફરજ પડે છે. અત્રે નોંધવું રહ્યું કે ભારત જેવા દેશમાં ડ્રોપ આઉટ સમસ્યા અને બાળમજૂરી સમસ્યા એકબીજા સાથે સંકળાયેલી છે.
ડ્રોપ આઉટ રેશિયો અંગે વધુ જોતા વર્ષ 2020- 21 માં કેન્દ્ર સરકારના સ્ટેટીકલ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન વિભાગ દ્વારા પ્રકાશિત રિપોર્ટ મુજબ ડ્રોપ આઉટ રેશિયોમાં એટલે કે ભણતર અધુરૂં મુકવાની બાબતે દેશમાં ઉત્તર પ્રદેશ પ્રથમ નંબર પર છે, જ્યાં ડ્રોપ આઉટની ટકાવારી 52.5 % છે જ્યારે બીજા નંબરે આસામમાં 50.9 % ડ્રોપ આઉટ રેશિયો છે, જ્યારે ત્રીજા સ્થાને ગુજરાત રાજ્યમાં 50 % ડ્રોપ આઉટ રેશિયો જણાયો છે. તેથી એમ પણ કહી શકાય કે લગભગ અડધો અડધ વિદ્યાર્થીઓ ભણતર અધુરૂ છોડી દે છે. જો કે આ તમામ વિગતો વર્ષ 2020-21 ની છે.