સુપરસ્ટાર અજય દેવગનનું નામ આ દિવસોમાં આગામી ફિલ્મ ‘ભોલા’ને લઈને ચર્ચામાં છે. ‘દ્રશ્યમ 2’ની અપાર સફળતા બાદ અજયની આગામી ફિલ્મ ‘ભોલા’ છે. ફિલ્મનું બીજું ટીઝર પણ રિલીઝ થઇ ગયુ છે.
અજય દેવગને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ જાણકારી શેર કરી છે. ફિલ્મ ‘ભોલા’નું આ બીજું ટીઝર શેર કરતાં અભિનેતાએ લખ્યુ કે, એક ચટ્ટાન સૌ શૈતાન સે ટકરાયેગા. આ વખતે અજય રાખનો ઉપયોગ કરીને દુશ્મનોનું કામ પૂરું કરવા આવી રહ્યો છે.ફિલ્મના ટીઝરની શરૂઆત અજય દેવગનથી થાય છે. આ પછી અજય દેવગન ફુલ એક્શનમાં જોવા મળી રહ્યો છે. બાદમાં, અભિનેત્રી તબ્બુની એન્ટ્રી થાય છે, જ્યાં કેટલાક લોકો તબુને તેના વાળથી ખેંચીને ળઇ જઇ રહ્યાં છે. ફિલ્મની સ્ટોરી ડ્રગ માફિયા પર આધારિત છે.
‘ભોલા’નું આ ટીઝર જોયા બાદ હવે દરેક લોકો ફિલ્મની રિલીઝ માટે ઉત્સુક છે. અજય દેવગણ અને તબુ સ્ટારર ફિલ્મ ‘ભોલા’ 30 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ખાસ વાત એ છે કે, આ ફિલ્મમાં અભિનેતા સિવાય અજયે ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે. અજય દેવગનની ‘ભોલા’ સાઉથ સિનેમાની સુપરહિટ ફિલ્મ ‘કૈથી’ની રિમેક છે.