Published by : Vanshika Gor
વ્યસ્ત જીવનશૈલી, વધારે પડતો સ્માર્ટફોનનો ઉપયોગ અને ઊંઘની ઉણપના કારણે વ્યક્તિને વધુ થાક લાગી શકે છે. વર્તમાન સમયમાં મોટાભાગના લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. કેટલાક લોકો સવારે ઉઠતાની સાથે જ થાક અને સુસ્તી અનુભવે છે. આવી સ્થિતિમાં વ્યક્તિએ ખાણીપીણી અને અન્ય બાબતો પર ધ્યાન આપવું જોઈએ. યોગ્ય અને સંતુલિત આહાર જ આ સમસ્યામાંથી વ્યક્તિને બહાર કાઢી શકે છે, તો ચાલો જાણીએ આ અહેવાલમાં તેના વિશે.
આ ખોરાકને ઉર્જાનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે
પાલક
નિષ્ણાતો પ્રમાણે પાલકમાં વિટામિન-બી અને આર્યન ભરપૂર માત્રામાં હોય છે. આ શાકભાજીમાં ઘણા અન્ય પોષક ત્તત્વો હોય છે. આમાં હાજર આયર્ન કોષિકાઓને ઓક્સિજન ઉપલબ્ધ કરાવવાનું કાર્ય કરે છે. શરીરમાં આયર્નની ઉણપના કારણે પણ વ્યક્તિ થાક અનુભવી શકે છે.
કેળા
કેળમાં સારી માત્રામાં પોટેશિયમ હોય છે, જે શરીરને સારી ઉર્જા આપી શકે છે. માત્ર એક કેળાના સેવનથી લાંબી કસરત કર્યા બરાબર ઉર્જા મળે છે. કસરત પહેલા કેળાનું સેવન સ્પોર્ટ્સ ડ્રિંકની બરાબર માનવામાં આવે છે.
ખજૂર
શરીરને તાત્કાલીક તાકાત આપવા માટે વ્યક્તિ ખજૂરનું પણ સેવન કરી શકે છે. ખજૂરમાં કેલ્શિયમ, પોટેશિયમ, ફોસફરસ, ઝિંક ભરપૂર માત્રામાં ઉપલબ્ધ હોય છે.