Published by : Rana Kajal
- તમારા વાળ હાર્ટ એટેકના જોખમની ચેતવણી આપશે…
માનવીના વાળને સામાન્ય રીતે ફેશન કરતા વધુ મહત્વ આપવામાં આવતું નથી. પરંતુ હાલમાં થયેલ સંશોધન મુજબ વાળ દ્વારા હાર્ટ એટેકના સંકેત પ્રાપ્ત થઈ શકે છે… સંશોધનમાં એમ જાણવા મળ્યું છે કે માનવીના વાળમાં હોર્મોન્સની હાજરી હોય છે આર્યલેન્ડ ના યુરોપિયન કોંગ્રેસ ઑફ ઓબેસિટીના સંશોધનમાં જણાવાયું છે કે માનવીના વાળમાં ગ્લુકોકોર્ટીકોઇડ્સ સ્ટીરોઇડ હોર્મોન્સ હોય છે જેના સ્તરમાં વધારો થાય તો હાર્ટ એટેકના જોખમો વધી જાય છે .આ અભ્યાસમાં 6341 જેટલા લોકોનાં વાળના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમા તમામ વયના પુરુષો અને સ્ત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સાથેજ જેમના વાળમાં કાર્ટીસોન નામના તત્વનુ પ્રમાણ વધું હોય તેટલું હાર્ટએટેકનું જોખમ વધી જાય છે