Friday, February 7, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeFashionતમારા સૂકા-બરછટ વાળનો અકસીર ઉપાય તમને મળશે તમારા જ રસોડામાં...

તમારા સૂકા-બરછટ વાળનો અકસીર ઉપાય તમને મળશે તમારા જ રસોડામાં…

વાળને શેમ્પૂ કર્યા બાદ જ્યારે તમે તેને સ્ટાઇલ કરવાની કોશિશ કરો ત્યારે પાતળા અને આછા વાળ સતત ગૂંચવાતા જ રહે અને ડેમેજ થઇ જાય આ વાત ખરેખર જ ડરામણી છે. આ જ બાબત જ્યારે હકીકતમાં દરરોજ થઇ રહી હોય ત્યારે તમે ચોક્કસથી કોઇ ચમત્કારની આશા રાખતા થઇ જાવ છો.

વાળ ડેમેજ થવા પાછળ પ્રદૂષણ, કેમિકલ બેઝ્ડ શેમ્પૂ (Chemical-based Shampoos), પાણીની ખરાબ ક્વોલિટી ઉપરાંત અનેક કારણો જવાબદાર હોય છે. હાલના સમયમાં દર બીજા વ્યક્તિને ખરતા વાળ અને હેરફોલની સમસ્યા થતી હોય છે. તેથી જ હવે સમય છે કે, આપણે ભારતની પ્રાચીન આયુર્વેદિક પદ્ધતિની મદદ લઇએ. આયુર્વેદમાં કેટલીક એવી ઔષધિઓનો ઉલ્લેખ છે જેનો રેગ્યુલર ઉપયોગ કરવાથી વાળ ભરાવદાર બને છે, ઉપરાંત સફેદ વાળની સમસ્યા પણ દૂર થઇ શકે છે.

​એલોવેરા

વાળ કે ત્વચાની સમસ્યાને દૂર કરવાની વાત થઇ રહી હોય ત્યાં એલોવેરાનો ઉલ્લેખ ચોક્કસથી કરવામાં આવે છે. એલોવેરા ખરતા વાળની સમસ્યાને દૂર કરવા માટે અકસીર છે. તે સ્કાલ્પને પોષણ આપીને મોઇશ્ચરાઇઝ કરે છે, જેનાથી વાળનો ગ્રોથ વધે છે. એલોવેરાને સ્કાલ્પમાં લગાવીને એક કલાક બાદ રેગ્યુલર શેમ્પુથી વાળ ધૂઓ. આ બે સ્ટેપ્સને રેગ્યુલર અજમાવવાથી પાતળા કે ડેમેજવાળની સમસ્યા કાયમી દૂર થશે.

અરીઠા

અરીઠાનો ઉપયોગ આપણી દાદી-નાનીએ કર્યો છે, જે એક પ્રાકૃતિક અને પ્રાચીન પદ્ધતિ છે વાળને શેમ્પૂ કરવા માટે. જો તમારાં વાળ સતત પાતળા થઇ રહ્યા હોય તો ઘરે આમળા પાઉડર, અરીઠા અને શિકાકાઇ મિક્સ કરીને શેમ્પુ તૈયાર કરી શકો છો. આ ત્રણેયની માત્રા 1:1:1 રાખો. શેમ્પુ તૈયાર કરવા માટે આ મિશ્રણને પાણીમાં નાખીને થોડીવાર ઉકાળો અને આ જ પાણીનો વાળ ધોવા માટે ઉપયોગ કરો. વાળ માટે આ 3 મહત્વના ઇન્ગ્રિડિયન્ટ્સ વાળને મૂળથી મજબૂત કરશેઉપરાંત સ્કાલ્પને પોષણ આપશે.

ત્રિફલા

આમળા અને હરિતાકી જેવા એક્ટિવ ઇન્ગ્રિડિયન્ટ્સ સાથે તૈયાર કરવામાં આવતા ત્રિફળા ડેમેજ વાળને રિપેર કરશે અને વાળને ભરાવદાર બનવાશે. હરિતાકીમાં એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ પ્રોપર્ટીઝ રહેલી છે જે સ્કાલ્પને પોષણ આપવા ઉપરાંત ડેન્ડ્રફની સમસ્યા પણ દૂર કરશે. તમે ત્રિફળાને નારિયેળ તેલમાં મિક્સ કરીને વાળમાં અપ્લાય કરી શકો છો અથવા તમારાં ડાયટમાં પણ સામેલ કરી શકો છો. વાળને પોષણ માટે યોગ્ય ડાયટ ખૂબ જ જરૂરી છે. તમારાં લિવરનું સ્વાસ્થ્ય અને નબળી પાચનશક્તિ પાતળા વાળની સમસ્યાનું મૂળ કારણ હોઇ શકે છે. તેથી જ ત્રિફળાને ડાયટમાં સામેલ કરવાથી આ બંને સ્વાસ્થ્ય સમસ્યા દૂર થશે, તે તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમને ડિટોક્સિફાઇ કરશે જેની અસર વાળ પર દેખાશે.

બ્રાહ્મી

આયુર્વેદમાં એક ચમત્કારિક પ્લાન્ટ તરીકે ઓળખાતી બ્રાહ્મી વાળને પોષણ આપવાની સાથે સાથે તણાવ દૂર કરશે અને દિમાગને શાંત રાખવામાં પણ મદદ કરશે. બ્રાહ્મી હેર લોસની સમસ્યા દૂર કરશે ઉપરાંત શુષ્ક સ્કાલ્પ અથવા ડેન્ડ્રફના કારણે સતત ખંજવાળને પણ દૂર કરવા માટે ઉપયોગી છે. આ ઉપરાંત બ્રાહ્મી ડેન્ડ્રફ, ખંજવાળ, સ્પ્લિટ એન્ડ્સને પણ દૂર કરે છે. બ્રાહ્મી ઓઇલથી વાળને અવાર-નવાર મસાજ કરવાથી તમને યોગ્ય રિઝલ્ટ મળશે.

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો પર્યાય હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!