Published by : Rana Kajal
આજની આ ભાગદોડ ભરી જીંદગીમાં મોટાભાગના લોકોને વાળને લગતી અનેક સમસ્યાઓ રહે છે. વાળ ખરવા, વાળ તૂટવા, વાળમાં ખોડો થવો, રફ વાળ..જેવી અનેક સમસ્યાઓથી લોકો કંટાળી જતા હોય છે. વાળની આ સમસ્યાઓને કારણે અનેક લોકો જાતજાતના ઉપાયો કરતા હોય છે. આ સાથે જ ટ્રિટમેન્ટ પણ લેતા હોય છે, પરંતુ તમને જણાવી દઇએ આ બધી જ પ્રોડક્ટસમાં કેમિકલ વધારે આવે છે જે વાળ અને સ્કિનને અનેક રીતે નુકસાન કરે છે. આમ, જો ખાસ કરીને વાત કરવામાં આવે તો ઠંડીમાં મોટાભાગનાં લોકો વાળને લઇને આ ભૂલો કરે છે જેના કારણે હેરને અનેક ઘણું નુકસાન થાય છે. તો જાણો ઠંડીમાં વાળમાં કઇ ભૂલો કરવાથી બચશો
• ખાસ કરીને ઠંડીમાં મોટાભાગના લોકો હેર વોશ ગરમ પાણીથી કરતા હોય છે. ઠંડીથી બચવા લોકો ગરમ પાણીનો ઉપયોગ વધારે કરે છે, પરંતુ તમને જણાવી દઇએ કે વધારે ગરમ પાણીથી હેર વોશ કરો છો તો વાળને નુકસાન થાય છે. આ માટે ઠંડા તેમજ હુંફાળા પાણીથી હેર વોશ કરો.
• ઠંડીમાં વાળમાં હેર ડ્રાયર કરવાથી બચો. હેર ડ્રાયર તમે ઠંડીમાં કરો છો હેરને અનેક રીતે નુકસાન થાય છે. આ સાથે જ વાળ ખરવા લાગે છે. આ માટે ઠંડીમાં બને એમ હેર ડ્રાયરનો ઉપયોગ કરવાનું ટાળો.
• ઠંડીની સિઝન આવે એટલે મેરેજ સિઝન ચાલુ થઇ જાય છે. મેરેજ સિઝનમાં અનેક લોકો વાળને સ્ટ્રેટ કરતા હોય છે. હેરને સ્ટ્રેટ કરવાથી વાળને અનેક ઘણું નુકસાન થાય છે. આ માટે ક્યારે પણ ઠંડીમાં વાળ સીધા કરશો નહીં. જો કે આજકાલ હેર સ્ટ્રેટ કરવાનો ટ્રેન્ડ ચાલ્યો છે. આમ, જો તમને પણ વારંવાર હેર સ્ટ્રેટ કરવાની આદત છે તો તમારે બદલવી જોઇએ. હેર સ્ટ્રેટ કરવાથી વાળને નુકસાન વધારે થાય છે.
• અઠવાડિયામાં બે વાર હેર વોશ કરો. ઘણાં લોકોની આદત એવી હોય છે જેઓ ઠંડીમાં હેર વોશ કરવાનું ટાળતા હોય છે. જો તમે પણ આવું કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. ઠંડીમાં પણ દરેક લોકોએ અઠવાડિયામાં બે વાર હેર વોશ કરવા જોઇએ.