Published By:- Bhavika Sasiya
હવે ઇન્ટરવ્યૂ માટે કેવા કપડાં પહેરવા તે સંપૂર્ણપણે તમે જે નોકરી માટે અરજી કરી છે તેના પર આધાર રાખે છે. જો તમને ફેશન ઉદ્યોગમાં કાપડના સ્ટાઈલિશ તરીકેની નોકરી માટે ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા હોય. તો તમે ત્યાં બ્લેઝર , ફોર્મલ અને સ્ટાઈલિશ કપડા પહેરીને જય શકો છો. એ રીતે, જો તમે ડેસ્ક જોબ માટે અરજી કરી રહ્યાં હોવ અથવા સરકારી નોકરી કે કોર્પોરેટ હાઉસમાં જો તમે ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યા છો, તમે ત્યાં ફોર્મલ, પહેરીને જય શકો છો. ઉમેદવાર પાસેથી તેમના કપડાં અને એસેસરીઝ દ્વારા સર્જનાત્મકતા અને જ્ઞાનની છબી રજૂ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે.
ઉનાળામાં નોકરીના ઈન્ટરવ્યુ માટે કપડાંની પસંદગી મુશ્કેલ કાર્ય હોઈ શકે છે, કારણ કે હવામાન ગરમ છે અને ભારે કપડાં પહેરી શકાય નહીં. તેના માટે તમે સૂટને બદલે કેઝ્યુઅલ કપડાં પસંદ કરી શકો છો. ચમકતા રંગ અથવા ભારે પેટર્નવાળા કપડાં પહેરવાનું ટાળો. પુરુષોએ વિચિત્ર ટાઇ પહેરવાનું ટાળવું જોઈએ. નેવી બ્લુ, બ્લેક કે બ્રાઉન વગેરે રંગો તમારા માટે યોગ્ય રહેશે. અથવા તો લાઇટ , પેસ્ટલ રંગના કપડાં પહેરો. પચરંગી ના બદલે મોનોક્રોમેટિસ કપડાંની પસંદગી કરો. ઉમેદવાર પાસેથી તેમના કપડાં અને એસેસરીઝ દ્વારા સર્જનાત્મકતા અને જ્ઞાનની છબી રજૂ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. તમારા એકંદર દેખાવમાં ફૂટવેર ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એટલા માટે ઇન્ટરવ્યુ મા યોગ્ય શૂઝ પહેરવુ ખૂબ જ જરૂરી છે. સનગ્લાસ પહેરવાનું ટાળવું જોઈએ આ સિવાય ક્લાસી ઘડિયાળ પણ તમારા દેખાવને પૂર્ણ કરવામાં મદદ કરશે. હળવી સુગંધવાળા પરફ્યુમનો ઉપયોગ કરો.
એક વખત કોઈની સામે તમારી જે છાપ પડી ગઈ તે જ છાપ હંમેશા માટે રહે છે. તમે ઇન્ટરવ્યૂ માટે ખૂબ જ સારી તૈયારી કરી હશે. પરંતુ, તમે ઇન્ટરવ્યુ માટે જેવા કપડાં પહેરો છો તે તમારા કંઈપણ બોલ્યા પહેલા તમારા વિશે ઘણું કહી જાય છે. એટલે કેહ્વુ છે કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન.