- જંબુસરના કાવીમાં ભરૂચ પોલીસ વડાના લોક દરબારમાં લોકોની માહિતી ઉપર દારૂ-જુગાર અંગે પોલીસ ત્વરિત કાર્યવાહી કરશેને અપાઈ ખાતરી
- જ્યમાં લઠ્ઠાકાંડ બાદ ભરૂચ પોલીસ પણ બની વધુ સખ્ત
ગુજરાતના બોટાદમાં લઠ્ઠાકાંડ બાદ ભરૂચ જિલ્લા પોલીસ પણ દારૂ અને જુગારની બદીને ડામવા વધુ સખ્ત બની ગઈ છે. જંબુસરના કાવી ગામે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલના લોક દરબારમાં SP એ લોકોને કોઈનાથી નહિ ડરી દારૂ-જુગાર અંગે સીધી માહિતી ASP કે SP ને આપવા સૂચવ્યું હતું.
ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલનો મંગળવારે જંબુસર તાલુકામાં લોક દરબાર જનસંપર્કનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લોકોની વિવિધ સમસ્યા અંગે પૂછવામાં આવ્યું હતું અને દારૂ નિવારણ અંગે પણ જાણકારી અપાઈ હતી.
ભરૂચ DSP ડૉ . લીના પાટિલે જંબુસરના કાવી ગામે એક જનસંપર્કમાં લોકોને કહ્યું હતું કે, તમારા વિસ્તારમાં દારૂ અને જુગારની બદીની માહિતી હવે તમે સીધા ASP અથવા SP ને આપો. તમારે કોઇના પણ ડરથી ચૂપ ન બેસી દારૂ જુગારની માહિતી અમને આપો. અમે તેના પર ત્વરિત પગલાં ભરીશું.
લોક દરબાર સાથે કાવી પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઈન્સપેકશન લેવામાં આવ્યું હતું. જેમાં e-FIR વિશે પણ માહિતી અપાઈ હતી. કાવી પોલીસે પરેડ કરી DSP ને પરેડ કરી સલામી આપી હતી.
લોક દરબારમાં જંબુસર ડિવિઝનના ASP વિશાખા ડબરાલ, CPI બી.પી રજીયા, કાવી PSI પરમાર સહિત સ્થાનિક આગેવાનો, ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.