Published by : Rana Kajal
દેશમાં વિવિઘ રાજ્યો ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે કામકાજના દિવસો ઘટાડી રહ્યા છે. જેમ કે તમિળનાડુ સરકારે કામદારો અને કર્મચારીઓને ચાર દિવસ કામ અને ત્રણ દિવસ રજાનો વિકલ્પ આપેલ છે… દેશનાં જુદા જુદા રાજ્યોમાં હવે ઉત્પાદન ખર્ચ ઘટાડવા અંગે વિવિઘ અભિગમ અપનાવવામાં આવી રહયો છે. અભિગમ અંગે વિગતે જોતાં માની લો કે કોઇ એક પ્લાસ્ટિકની કંપની છે તેનો માસીક ઉત્પાદનનો ટારગેટ જૉ માત્ર 25 દિવસમા પુર્ણ થઈ જાય તો બાકીના પાંચ દિવસ દરમિયાન કર્મચારીઓ અને કામદારોને જો રજા આપી દેવામાં આવે તો કંપનીનો લાઈટ ખર્ચ અને અન્ય ખર્ચ ઘટી જાય પરિણામે કંપનીનો ઉત્પાદન ખર્ચ ઘટી જાય….આજ અભિગમ તાજેતરમાં તમિળનાડુ સરકારે અપનાવી રાજ્ય સરકારે ચાર દિવસ કામ, અને ત્રણ દિવસ રજાનો વિકલ્પ કર્મચારીઓ અને કામદારોને આપતા ઉત્પાદન ખર્ચ નોધપાત્ર ઘટી શકે છે સાથે જ કર્મચારીઓ અને કામદારોને એ ફાયદો થાય છે કે તેમનો ત્રણ દિવસ કંપની ખાતે આવવાનો ખર્ચ ઘટી જાય છે તેમજ તેઓ કુટુંબ સાથે વધુ સમય ફાળવી શકે છે.