Published By : Parul Patel
તરસાલી ચંદ્રનગર સરકારી આર્યુવેદીક દવાખાના પાસે સમરસ હિન્દૂ સમાજ, સમર્થ ભારતના સંકલ્પને સ્વયંમાં ચરિતાર્થ કરવા સફાઈ કર્મચારીઓને રક્ષાબંધન પર્વનું આયોજન કરાયુ હતું.
મહાનગર મહિલા આયામના પ્રમુખ છાયાબેન ભટ્ટે સફાઈ કર્મચારીઓ સમાજરૂપી કિડનીનું કાર્ય કરે છે. જેમ શરીરમાંથી કચરો કાઢવાનું કામ કિડની કરે છે તે રીતે તેઓ સહુ સોસાયટી, ગામ અને શહેરનો કચરો સાફ કરી પર્યાવર્ણને સ્વચ્છ રાખવામા મદદરૂપ થાય છે.
સમાજનો દરેક વર્ગ એકબીજાની સાથે સ્નેહ અને આદર સાથે રહી એકબીજાની રક્ષા કરવાનું વચન અપાયું હતું. કાર્યક્રમમાં સેનેટરી ઇન્સ્પેક્ટર રાજેશભાઇ સોલંકી, જગદીશ પોપટ, નટુભાઈ, અમિતભાઈ, ભરતભાઈ, મનીષાબેન પટેલ, મનીષાબેન નેરકર, શીતલબેન તુનારા , પુષ્પાબેન બડગુજર, લક્ષ્મણભાઇ, લાવેન્દ્રસિંગ , ધર્મેશભાઈ, ભરતભાઇ, હેમંતભાઈ પ્રવીણભાઈ તેમજ ભાસ્કર ભટ્ટ ઉપસ્થિત રહી 40 સફાઈ કર્મીઓને રાખડી બાંધી રક્ષાબંધન ઉત્સવની ઉજવણી કરી હતી.