અમદાવાદ
દિવાળીના તહેવારો દરમિયાન આગ અને અકસ્માતના બનાવો વધતા હોય છે. જેને ધ્યાનમાં રાખી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સની સેવા લોકોને તાત્કાલિક મળી રહે તે માટે 108 ટીમને સજજ કરવામાં આવી છે 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા છેલ્લા 15 વર્ષથી 365 દિવસ અને 24 કલાક ચાલતી આ અવિરત સેવા છે. સામાન્ય દિવસોમાં જ્યાં 7થી 8 હજાર કોલ આવે છે, ત્યાં દિવાળીના તહેવારમાં 108 ઈમરજન્સી સેવા માટે 10થી 12 હજાર કોલ આવે છે. તહેવારોના દિવસે કેસ વધવાની સંભાવનાને પગલે મહત્વના સ્થાનો પર એમ્બ્યુલન્સની સંખ્યામાં વધારો કે રીલોકેટ કરીને કટોકટીની સ્થિતિમાં તરત જ મદદ માટે આયોજન કરવામાં આવ્યું છે. તો કોલ સેન્ટર રિસ્પોન્સ ઓફિસર સાથે તમામ પાયલોટ અને EMT તૈયાર છે.
108 ઈમરજન્સી સેવાના COO જશવંત પ્રજાપતિના જણાવ્યા અનુસાર દિવાળીના દિવસે ઇમરજન્સી કોલમાં 13 ટકા, બેસતા વર્ષના દિવસે 20 ટકા જ્યારે ભાઈબીજના દિવસે 20 થી 25 ટકાનો વધારો થવાનું અનુમાન છે. જો આંકડા પ્રમાણે વાત કરીએ તો દિવાળીના દિવસે 4,138, નવા વર્ષના દિવસે 4,739 અને ભાઈબીજના દિવસે 4,633 કેસ વધે તેવું અનુમાન છે.