તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોના શૈલેષ સોઢાએ થોડા દિવસ પહેલા શોને અલવિદા કહ્યું હતુ. શોમાં શૈલેષ તારક મેહતાનું પાત્ર ભજવતા હતા. શૈલેષે શો છોડ્યો તો ફેન્સ નિરાશ થયા હતા. હવે શૈલેષે શો છોડવા પર પોતાની વાત મૂકી છે. પોપ્યુલર કોમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં તારક મેહતાની ભૂમિકા શૈલેષ લોઢા નિભાવતા હતા. પરંતુ થોડા સમય પહેલા તેમણે શો છોડી દીધો હતો. શૈલેષે શો છોડ્યો તો બધાને ઝટકો લાગ્યો હતો. હવે શૈલેષની જગ્યાએ શોમાં સચિન શ્રોફ તારક મેહતા તરીકે કામ કરી રહ્યા છે. પરંતુ અત્યાર સુધી શૈલેષ લોઢાએ શો છોડવા પર કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. પરંતુ હવે તેમણે નિવેદન આપ્યું છે. શૈલેષ આ શોમાં 14 વર્ષથી જોડાયેલા હતા. તેમ કહેવામાં આવી રહ્યું હતુ કે શૈલેષે શોના મેકર્સની સાથે અણબનાવ અને સાથે જ નવી તક શોધવા માટે શો છોડ્યો છે. પરંતુ હવે શૈલેષને જ્યારે આ બાબતે પૂછ્યુ તો તેમણે ખુલ્લા મને વાત કરી છે. તેમણે કહ્યું કે તેઓ શો સાથે ઇમોશનલી પણ જોડાયેલા હતા. શૈલેષે જણાવ્યુ કે તે 14 વર્ષથી શો સાથે ઈમોશનલી જોડાયેલા હતા. તેમણે તે પણ કહ્યું કે ઇમોશનલ પાગલ હતા કે સેન્ટિમેન્ટલન ફૂલ હતા કે આ શો સાથે જોડાયા. પછી જ્યારે શૈલેષને શો છોડવાનું કારણ પૂછ્યું તો તેમણે એક શેર કહ્યો- કુછ તો મજબૂરિયાં રહી હોંગી, યૂં હી કોઈ બેવફા નહીં હોતા.
પછી આગળ જણાવ્યુ છે, કે એવું નથી કે હું આ શો છોડવાનું કારણ નહીં જણાવુ. હું યોગ્ય સમય પર તે વિશે જણાવવાનો છું.