Published By : Parul Patel
ભરૂચના આંબેડકર ભવન ખાતે તારીખ-૨૫મી જુનના રોજ સવારે ૧૦:૩૦ કલાકે ઘી ભરૂચ-નર્મદા જીલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી લિમીટેડની 56મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં વાર્ષિક હિસાબ સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવશે જયારે જીલ્લા શિક્ષણાધિકારી ભરૂચના શ્રી કિશન વસાવા, નર્મદા જીલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ.શ્રી ભુસારા અને અખિલ ગુજરાત શાળા સંચાલક મંડળના ઉપ.પ્રમુખ શ્રી પ્રવિણસિંહ ડી રણા તેમજ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી કિરીટસિંહ પી.મહિડા અને વિશિષ્ટ નાગરિકોનું સન્માન કરવામાં આવશે,
આ સાધારણ સભામાં ઉપસ્થિત રહેવા ઘી ભરૂચ – નર્મદા જીલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કો ઓ ક્રેડીટ સોસાયટી લી. ભરૂચ ના સેક્રેટરી દ્વારા સભાસદોને જણાવાયું છે.