Published By : Aarti Machhi

મેષ રાશિફળ
પરિવારના તબીબી ખર્ચમાં વધરાની શક્યતા નકારી શકાય નહીં. આજે તમે પૈસા બચાવવા માટે પોતાના પરિવારમાંથી સલાહ લયી શકો છો અને તેને પોતાના જીવનમાં સ્થાન પણ આપી શકો છો. જ્ઞાન માટેની તમારી તૃષ્ણા નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. નકારાત્મક વિચારો તમને વધુ પરેશાન કરે છે.

વૃષભ રાશિફળ
તબિયત પર ધ્યાન આપવું પડશે. આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે. ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે.

મિથુન રાશિફળ
તમારી શારીરિક સુસજ્જતા જાળવે એવી રમતગમતની પ્રવૃત્તિને તમે માણશો એવી શક્યતા છે. જો તમારી ધન સંબંધી કોઈ બાબત કોર્ટ કચેરીમાં અટવાયેલી હોય તો તે આજે ઉકેલાઈ શકે છે અને તમે વિજયી થયી શકો છો સાથે તમને ધન લાભ થયી શકે છે. સમય કરતા મોટું કઈ હોતું નથી. તેથી જ તમે સમયનો સારો ઉપયોગ કરો છો, પરંતુ કેટલીકવાર તમારે જીવન ને સરળ બનાવવા ની જરૂર છે અને તમારા પરિવાર સાથે સમય વિતાવવા ની જરૂર હોય છે.

કર્ક રાશિફળ
ઘરની ચિંતાઓ તમને બેચેન કરી મુકશે. તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્રોત ઊભો થશે.સારી તથા હચમચાવનારી ઘટનાઓનો દિવસ જે તમને મૂંઝાયેલા અને થાકેલા કરી મૂકશે.

સિંહ રાશિફળ
ઘરનું ટૅન્શન તમને ગુસ્સે કરશે.તેને દબાવવાથી શારીરિક સમસ્યા વધશે. શારીરિક પ્રવૃત્તિ દ્વારા તેનાથી છૂટકારો મેળવો. તમારા વ્યક્તિગત મોરચે મહત્વની ઘટના બનશે -જે તમારા તથા તમારા આખા પરિવાર માટે પ્રફૂલ્લતા લાવશે.


તુલા રાશિફળ
તમારી અંગત સમસ્યા તમારા માનસિક આનંદને બરબાદ કરી શકે છે. લાંબા-ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો. તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય બનાવશે. જો તમે આવતીકાલે આજ ના કાર્યને ટાળી રહ્યા છો તો આવતીકાલે તમારે તેનું ખરાબ પરિણામ ભોગવવું પડી શકે છે.

વૃશ્વિક રાશિફળ
તમને નિર્ભેળ આનંદ તથા મોજમજા મળશે-કેમ કે તમે તમારા જીવનને સંપૂર્ણપણે માણવાનો નિશ્ચય કર્યો છે. કોઈ પણ બિનજરૂરી કામ માટે આજે તમારો ફ્રી સમય બગડી શકે છે.

ધન રાશિફળ
જે લોકોએ કોઈ અજાણ્યા વ્યક્તિ ના સૂચન પર નિવેશ કર્યું હતું તે લોકો ને આજે તે નિવેશ થી લાભ થવા ની પુરી શક્યતા છે. સામાજિક કાર્યક્રમોમાં હાજર રહેવાની તકો મળવાની શક્યતા છે-જે તમને વગદાર લોકોના નિકટ સંપર્કમાં લાવી શકે છે. આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે.

મકર રાશિફળ
અણર્ધાયા બિલ આર્થિક બોજો વધારશે. મોજ-મજા માટે તમે કોઈ ટ્રીપ પર જાવ એવી શક્યતા છે, જે તમારામાં શક્તિનો સંચાર કરશે તથા તમને જુસ્સાથી ભરી મુકશે. આજે જો તમે ખરેખર લાભ મેળવવા માગતા હો તો-અનોય દ્વારા આપવામાં આવતી સલાહને કાને ધરજો.

કુંભ રાશિફળ
આજે તમે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ સંભાળી લેશો આ માટે તમારી ઈચ્છાશક્તિને વળતર અપાશે. વધારાનાં નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો. આ રાશિના જાતકો આજે લોકોને મળવા કરતા એકાંતમાં રહેવું વધારે પસંદ કરશે.

મીન રાશિફળ
બહાર જવું-પાર્ટીઓ તથા જલસાઘર તમને આજે આનંદિત મિજાજમાં રાખશે. પારિવારિક પ્રસંગમાં નવા મિત્રો બનશે.