Published By : Aarti Machhi

મેષ રાશિફળ
આજે દિવસ ઉન્નતિભર્યો રહેશે, બાળકોની સંગતિને લઇને થોડી ચિંતા રહી શકે છે. પાર્ટનરની ભૂલોને નજરઅંદાજ કરો, કોઇ જૂના વિવાદનો સમયસર ઉકેલ લાવવાના પ્રયાસ કરો. નાણાકીય લેવડ દેવડમાં સાવધાની રાખો. આજે ભાગ્ય 63 ટકા તમારાં પક્ષમાં રહેશે. દરરોજ રાત્રે અંતિમ રોટલી કાળા શ્વાનને ખવરાવો


મિથુન રાશિફળ
આજે દિવસ અનુકૂળ સાબિત થશે, કોઇ વ્યક્તિના ઇલાજમાં મદદ કરવાનો અવસર પ્રાપ્ત થશે. ઘરેલુ જીવન માટે સમય યોગ્ય છે. વિદ્યાર્થીઓએ કોઇ નવો કોર્સ જોઇન કર્યો હશે તો તેમાં લાભ મળશે. આજે ભાગ્ય 90 ટકા તમારાં પક્ષમાં રહેશે. સફેદ ચંદનનું તિલક લગાવો અને ભગવાન શંકરને અર્ધ્ય આપો.

કર્ક રાશિફળ
આજે આસપાસનું વાતવરણ સુખદ અને અનુકૂળ રહેશે, તમે એવા અનુભવો, યાદો અને ચીજો ઇચ્છો છો જે સમયાંતરે તૂટશે નહીં કે ફીક્કી નહીં પડે. ઓનલાઇન લેવડ-દેવડમાં સાવધાની રાખો. આઇટી સેક્ટર સાથે જોડાયેલા લોકોને પ્રમોશન મળવાની સંભાવના છે.

સિંહ રાશિફળ
આજે દિવસ શાંતિપૂર્ણ રહેશે, જરૂરિયાતમંદ લોકોની મદદ કરવામાં સફળ રહેશો. લાંબા સમય બાદ કોઇ જૂના મિત્ર સાથે મુલાકાત થઇ શકે છે. વ્યાવસાયિક યોજનાઓને ગુપ્ત રાખો, અટકેલાં નાણા મળી શકે છે. આજે ભાગ્ય 71 ટકા તમારાં પક્ષમાં રહેશે, ભગવાન વિષ્ણુની આરાધના કરો


તુલા રાશિફળ
આજે ભાગ્યના સિતારા થોડાં કમજોર રહી સકે છે, કોઇ ખોટાં વખાણ પણ કરી શકે છે. કોઇ કામ મન અનુસાર પૂર્ણ થવાથી જીવનસાથી તમારાંથી પ્રસન્ન રહેશે. કાર્યક્ષેત્રમાં દરેક કામ તમારાં સ્તરે જ ઉકેલવાના પ્રયાસ કરો. આજે ભાગ્ય 62 ટકા તમારાં પક્ષમાં રહેશે. માતા સરસ્વતીની પૂજા કરો.

વૃશ્વિક રાશિફળ
આજે અંગત જીવનમાં દખલઅંદાજ કરતાં લોકોની અંતર જાળવો. તમારાં કર્તવ્યો અને ઉત્તરદાયિત્વોને યોગ્ય રીતે પૂર્ણ કરવાના પ્રયાસ કરો. આજે ધન સંબંધિત સમસ્યાઓનો સરળતાથી ઉકેલ મળશે. આજે ભાગ્ય 81 ટકા તમારાં પક્ષમાં રહેશે

ધન રાશિફળ
આજે દિવસ કેટલીક મહત્વપૂર્ણ ઉપલબ્ધિઓ લઇને આવશે, કોર્ટ કચેરીના મામલે સફળતા મળવાની સંભાવના છે. તમારી વાતોને અન્યોની સામે સાવધાનીપૂર્વક રાખવાના પ્રયાસ કરો. રિયલ એસ્ટેટમાં રોકાણ અગાઉ શુભચિંતકોની સલાહ અવશ્ય લો. આજે ભાગ્ય 86 ટકા તમારાં પક્ષમાં રહેશે. માતા પાર્વતીની પૂજા કરો.

મકર રાશિફળ
આજે તમામ કાર્યો ઇચ્છાનુસાર પૂર્ણ થશે, તમારાં વિચારોના કારણે આજે મનને શાંતિ મળશે. આવકથી વધુ ખર્ચ નહીં કરવાની સલાહ છે. વ્યાવસાયિક સંપર્કો વધશે. સ્વાસ્થ્યને લગતી ચિંતા રહી શકે છે. આજે ભાગ્ય 91 ટકા તમારાં પક્ષમાં રહેશે. બ્રાહ્મણોને દાન કરો.

કુંભ રાશિફળ
આજનો દિવસ અત્યંત ફળદાયક રહેશે, તમારાં સવારોના જવાબો ઘરની કોઇ મહિલા કે વડીલ પાસેથી મળી શકે છે. ભવિષ્યને ધ્યાનમાં રાખી નાના રોકાણ આજે કરી શકો છો. પ્રાઇમ પ્રોપર્ટી ખરીદવાનું સપનું ઝડપથી પૂર્ણ થશે. આજે ભાગ્ય 86 ટકા તમારાં પક્ષમાં રહેશે.

મીન રાશિફળ
આજે દિવસ અત્યંત ફળદાયક રહેશે, તમારી જીદના કારણે પરેશાની રહી શકે છે. વિવાહ સંબંધિત જાણકારી માટે કોઇ જ્યોતિષની મુલાકાત લઇ શકો છો. લોખંડ અને પ્લાસ્ટિકનો વેપાર કરનારા જાતકોએ પ્રચાર પર ધ્યાન આપવું. આજે ભાગ્ય 94 ટકા તમારાં પક્ષમાં રહેશે. શનિદેવના દર્શન કરો અને તેલ ચઢાવો.