Wednesday, April 2, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeHoroscopeતારીખ 05 ફેબ્રુઆરી 2024નું રાશિફળ

તારીખ 05 ફેબ્રુઆરી 2024નું રાશિફળ

Published By : Aarti Machhi

મેષ રાશિફળ

આજે મદદ કરવાની ઇચ્છા થકવી દેશે, ખર્ચમાં અચાનક વૃદ્ધિથી માનસિક પરેશાની રહી શકે છે. જીવનની ભાગદોડ વચ્ચે પણ પોતાને ભાગ્યશાળી સમજશો, કારણ કે જીવનસાથીનો સહયોગ દરેક ક્ષેત્રે પ્રાપ્ત થશે. આજે ભાગ્ય 69 ટકા તમારાં પક્ષમાં રહેશે. ભગવાન વિષ્ણુને બેસનના લાડુનો પ્રસાદ ચઢાવો.

વૃષભ રાશિફળ

શારિરીક લાભ માટે અને ખાસ કરીને માનસિક શક્તિ પ્રાપ્ત કરવા માટે ધ્યાન અને યોગનો સહારો લો. દિવસની શરૂઆતમાં આર્થિક નુકસાનના પ્રબળ યોગ છે જેના કારણે પરેશાની રહી શકે છે. કોઇ સેમિનાર અથવા સમારંભમાં ભાગ લેવાથી નવા વિચારો મળી શકે છે. આજે ભાગ્ય 70 ટકા તમારાં પક્ષમાં રહેશે. કીડીઓને લોટ ખવરાવો.

મિથુન રાશિફળ

આજે કોઇ વિપરિત પરિસ્થિતિમાં ફસાઇ જાવ તો ગભરાવ નહીં, મૂડ બદલવા માટે સામાજિક કાર્યક્રમમાં ભાગ લો. લઘુ ઉદ્યોગ સાથે સંકળાયેલા જાતકોને અંગત વ્યક્તિની સલાહથી આર્થિક લાભ થવાની સંભાવના છે. આજે ભાગ્ય 88 ટકા તમારાં પક્ષમાં રહેશે. શ્રી શિવ ચાલીસાનો પાઠ કરો

કર્ક રાશિફળ

આજે જૂની બીમારીનો ઇલાજ મુસ્કાનથી કરો, આ તમામ પરેશાનીઓની સૌથી પ્રભાવી દવા છે. તમારી લગન અને મહેનતના કારણે નાણાકીય લાભ મળી શકે છે. નોકરીયાત વર્ગને કાર્યક્ષેત્રે પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આજે ભાગ્ય 91 ટકા તમારાં પક્ષમાં રહેશે. સંકટનાશક ગણેશ સ્તોત્રનો પાઠ કરો

સિંહ રાશિફળ

આર્થિક સ્થિતિ અને તેના સાથે જોડાયેલી સમસયાઓ તણાવનું કારણ બની શકે છે. નાણાકીય મુદ્દાને લઇ જીવનસાથી સાથે તણાવ થવાની સંભાવના વધુ છે. તમારાં પાર્ટનર ખોટાં ખર્ચના કારણે ઉપદેશ આપી શકે છે. આજે ભાગ્ય 61 ટકા તમારાં પક્ષમાં રહેશે. દરરોજ રાત્રે અંતિમ રોટલી કાળા શ્વાનને ખવરાવો.

કન્યા રાશિફળ

આજે ઉર્જાથી ભરપૂર રહેશો, નવી રોમાંચક સ્થિતિઓના કારણે આર્થિક લાભ મળવાની સંભાવના છે. આજે તમારાં પ્રિયજન કે અંગત મિત્ર સાથે મનની વાતો શૅર કરી શકો છે. બાળકો સાથે સમય પસાર કરો. આજે ભાગ્ય 68 ટકા તમારાં પક્ષમાં રહેશે, પ્રાતઃકાળ ભગવાન સૂર્ય નારાયણને તાંબાના લોટામાં જળ અર્પણ કરો.

તુલા રાશિફળ

આજે સ્વાસ્થ્યની દ્રષ્ટીએ દિવસ ઉત્તમ છે. પરંતુ નાણાકીય બાબતે સંભાળીને ચાલવું જરૂરી છે. સમયનું મહત્વ સમજો અને એવા લોકો સાથે રહો જે તમારી વાતોને સમજી શકે છે. કોઇ પણ નિર્ણય અહંકારમાં આવીને ના લો. આજે ભાગ્ય 77 ટકા તમારાં પક્ષમાં રહેશે.

વૃશ્વિક રાશિફળ

આજે સમજદારીથી કામ લો અને વિવાદથી દૂર રહો. પરિવારના કોઇ સભ્યની બીમારીથી આર્થિક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. વારંવાર વિવાદ ઉત્પન્ન કરતાં લોકોથી અંતર જાળવો. આજે ભાગ્ય 89 ટકા તમારાં પક્ષમાં રહેશે. 

ધન રાશિફળ

આજે કામમાં આવતી સમસ્યાનું ઝડપી સમાધાન શોધવામાં સફળ રહેશો. સકારાત્મક વિચાર અને વાતચીતના માધ્યમથી તમારી ઉપયોગિતાની શક્તિ વિકસિત કરો. પરિવારને લાભ મળશે. આજે સારાં અવસરો પ્રાપ્ત થશે. આજે ભાગ્ય 62 ટકા તમારાં પક્ષમાં રહેશે, સફેદ ચંદનનું તિલક લગાવો.

મકર રાશિફળ

આજે સમસ્યાઓ અને મતભેદોનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે તણાવ રહેશે. અચાનક આવેલા ખર્ચાથી આર્થિક બોજ વધી શકે છે. જો કે, જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે. કાર્યસ્થળે સારાં પ્રદર્શન માટે પરિવારનું સમર્થન જવાબદાર છે. આજે ભાગ્ય 80 ટકા તમારાં પક્ષમાં રહેશે. ગાયને ગોળ ખવરાવો.

કુંભ રાશિફળ

આજે સ્વાસ્થ્ય સારું રહેશે, લાંબા ગાળાના રોકાણથી બચો અને મિત્રો સાથે સમય પાસર કરવો. લાંબા સમયથી શરૂ કરેલા પ્રોજેક્ટ્સ પૂર્ણ થવાથી રાહતનો શ્વાસ લેશો. ઉતાવળે કોઇ નિર્ણય લેવાથી બચો. આજ ભાગ્ય 90 ટકા તમારાં પક્ષમાં રહેશે. ભગવાન વિષ્ણુની પૂજા કરો.


મીન રાશિફળ

ઓફિસમાં આજે શાંત અને સંતુષ્ઠ વિચારથી મનમાં ઉત્સાહ રહેશે. ભવિષ્યની યોજનાઓને અમલમાં મુકવા માટે નવા સંપર્ક બનાવવાની જરૂર છે. પરિવાર સાથે પિકનિક પર જવાનું પ્લાનિંગ કરી શકો છો. આજે ભાગ્ય 65 ટકા તમારાં પક્ષમાં રહેશે. બજરંગ બાણનો પાઠ કરો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!