Home Horoscope તારીખ 11 ડિસેમ્બર 2023નું રાશિફળ

તારીખ 11 ડિસેમ્બર 2023નું રાશિફળ

0

Published By : Aarti Machhi

મેષ રાશિફળ

આજનો દિવસ અન્ય દિવસોની સરખામણીએ સારો રહેશે. પરિવારમાં કોઇ તણાવ હશે તો આજે સમાપ્ત થવાથી માનસિક શાંતિ મળશે. નોકરીમાં ગુપ્ત શત્રુઓ તમારી પ્રતિભા અને પરાક્રમને જોઇ અંજાઇ જશે. સાંજનો સમય માતા પિતા સાથે પસાર કરશો. આજે ભાગ્ય 69 ટકા તમારાં પક્ષમાં રહેશે. માતા પિતાના આશીર્વાદ લો.

વૃષભ રાશિફળ

આજના દિવસે તમારી પાસે કામનું ભારણ હોવા છતાં કોઇ કામમાં મન નહીં લાગે, જેના કારણે તમે પરેશાન રહેશો. પરિવારના પ્રિય સભ્યની જરૂરિયાત સમયે મદદ નહીં મળવાથી મન પરેશાન રહેશે. સાંજનો સમય મિત્રો સાથે પસાર કરશો. આજે ભાગ્ય 79 ટકા તમારાં પક્ષમાં રહેશે. ગાય માતાને લીલુ ઘાસ ખવરાવો.

મિથુન રાશિફળ

આજનો દિવસ સારાં પરિણામ લઇને આવશે, પાર્ટનરશિપમાં કોઇ બિઝનેસ માટે દિવસ ઉત્તમ રહેશે. કોઇ જગ્યાએ આજે રોકાણ કરવાથી ભવિષ્યમાં બમણો ફાયદો મળશે. જીવનસાથી સાથે કોઇ તણાવ ચાલી રહ્યો હોય તો આજે સમાપ્ત થઇ જશે. આજે ભાગ્ય 62 ટકા તમારાં પક્ષમાં રહેશે. માતા લક્ષ્મીની પૂજા કરો.

કર્ક રાશિફળ

આજે સાસરી પક્ષમાં સન્માન મળશે, સમાજિક ક્ષેત્રે જોડાયેલ જાતકો માટે દિવસ પરેશાનીભર્યો રહેશે. આજે રોકાણ માટે દિવસ શુભ છે નિશ્ચિત રૂપે ભવિષ્યમાં તેનો લાભ મળશે. સાંજનો સમયે મિત્રો સાથે સમય પસાર કરશો. આજે ભાગ્ય 92 ટકા તમારાં પક્ષમાં રહેશે. પીપળ પર દૂધ મિશ્રિત પાણી ચઢાવો.

સિંહ રાશિફળ

વિદ્યાર્થીઓ માટે દિવસ ઉત્તમ રહેશે, શિક્ષકો અને વરિષ્ઠોનો સહયોગ મળશે. તમારી વિવેક-બુદ્ધિથી વ્યવસાયને નવી ઉંચાઇઓ પર લઇ જશો. વિદેશમાં રહેતા કોઇ સભ્ય તરફથી સારાં સમાચાર મળશે. પ્રેમ સંબંધમાં થોડી પરેશાની રહી શકે છે. આજે ભાગ્ય 89 ટકા તમારાં પક્ષમાં રહેશે. માછલીઓને લોટની ગોળીઓ ખવરાવો.

કન્યા રાશિફળ

આજનો દિવસ તમારાં માટે સુખદ રહેશે, સંતાનના વિવાહ સંબંધિત સમસ્યાઓનો ઉકેલ મળવાથી પ્રસન્ન થશો. નવું ઘર, જમીન કે વાહન ખરીદી માટે દિવસ ઉત્તમ છે. પ્રેમ સંબંધમાં કોઇ ગેરસમજના કારણે સંબંધમાં તકરાર થઇ શકે છે. આજે ભાગ્ય 95 ટકા તમારાં પક્ષમાં રહેશે. ગાયત્રી ચાલીસાનો પાઠ કરો.

તુલા રાશિફળ

આજે પારિવારિક જીવનમાં થોડી સાવધાની રાખો નહીં તો સંબંધોમાં તિરાડ પડી શકે છે. સાસરી પક્ષના કોઇ વ્યક્તિ સાથે જીવનસાથીની સલાહ બાદ તણાવ દૂર કરવાના પ્રયાસ કરો. બાળકોને નવા વ્યવસાયની શિક્ષા અંગે વિચારી શકો છો. આજે ભાગ્ય 81 ટકા તમારાં પક્ષમાં રહેશે. હનુમાનજીને સિંદૂર ભેંટ કરો.

વૃશ્વિક રાશિફળ

બિઝનેસમાં કડવાશને મિઠાશમાં બદલવાની કળા આજે શિખવી પડશે, તો જ તમારું કામ અન્યો પાસે કરાવવામાં સફળ રહેશો. નોકરીમાં તમારું મનપસંદ કામ સોંપવામાં આવશે, જેનાથી પ્રસન્નતા રહેશે. આજે પૈતૃક સંપત્તિ મળવાના યોગ પણ બની રહ્યા છે. આજે ભાગ્ય 65 ટકા તમારાં પક્ષમાં રહેશે. ભગવાન વિષ્ણુની આરાધના કરો.

ધન રાશિફળ

આજનો દિવસ વિદ્યાર્થી વર્ગને પરિણામમાં સફળતા આપનાર રહેસે. સામાજિક કાર્યક્રમોમાં દાન-દક્ષિણા આપી શકો છો. સાંજના સમયે પૂજા-પાઠ, હવનનું આયોજન ઘરે કરી શકો છો. ઘરે કોઇ પાર્ટીનું આયોજન પણ થઇ શકે છે. આજે ભાગ્ય 74 ટકા તમારાં પક્ષમાં રહેશે. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો.

મકર રાશિફળ

આજે વધતા ખર્ચને લઇ ચિંતામાં રહેશો. જેના કારણે સ્વભાવ થોડો ઉગ્ર બની શકે છે અને માતા સાથે વિવાદ થવાની શક્યતાઓ પણ છે. બજેટને ધ્યાનમાં રાખીને ખર્ચ કરો નહીં તો ભવિષ્યમાં આર્થિક પરેશાની થઇ શકે છે. આજે ભાગ્ય 63 ટકા તમારાં પક્ષમાં રહેશે. પીપળના વૃક્ષ નીચે દીપ પ્રગટાવો.

કુંભ રાશિફળ

આજે વેપારમાં બમણા નફાથી પ્રસન્નતા થશે. કોઇ સંબંધીને નાણાકીય સહાય અગાઉ પિતાની સલાહ ચોક્કસથી લો. જીવનસાથી સાથે ખરીદી કરી શકો છો. બાળકોને કોઇ યાત્રા પર લઇ જવાનું વિચારી રહ્યા હોવ તો થોડી રાહ જૂઓ. આજે ભાગ્ય 81 ટકા તમારાં પક્ષમાં રહેશે. જરૂરિયાતમંદ લોકોની મદદ કરો.


મીન રાશિફળ

તમારા સ્વાસ્થ્યની સંભાળ રાખો. આજે તમે સારૂં એવું ધન કમાશો-પણ ધનને તમારી આંગળીઓ વચ્ચેથી સરકી જવા ન દેતા. દિવસને અદભુત બનાવવા માટે પરિવારના સભ્યો તથા નિકટના મિત્રો સાથે ભેગા મળી મેળાવડો યોજો. ભૌતિક અસ્તિત્વનું હવે કોઈ મહત્વ નથી, કેમ કે તમે એકમેકને એકબીજાના પ્રેમમાં જ અનુભવો છો. આજે તમે અને તમારૂં પ્રિયપાત્ર પ્રેમના સમુદ્રમાં ડૂબકી લગાડશો અને પ્રેમની ઉચ્ચતમ બાજુ અનુભવશો. તમારો સ્પર્ધાત્મક સ્વભાવ તમે જે પણ સ્પર્ધામાં ભાગ લેશો તેમાં તમને જીતવામાં મદદરૂપ થશે. એવી શક્યતા પ્રબળ છે કે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેના પ્રેમનું કદાચ ધોવાણ થાય. મતભેદો દૂર કરવા માટે વાતચીત કરો અન્યથા પરિસ્થિતિ વણસી શકે છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version