Home Horoscope તારીખ 11 નવેમ્બર 2023નું રાશિફળ

તારીખ 11 નવેમ્બર 2023નું રાશિફળ

0

Published By : Aarti Machhi

મેષ રાશિફળ

આજે પરિસ્થિતિઓમાં બદલાવનો લાભ તમે મેળવશો, ભાગ્યની પ્રબળતાથી તમારાં કાર્યો બનશે. મહેનતનું સારું ફળ મળશે અને વેપારમાં સારાં પરિણામો પ્રાપ્ત થશે. દામ્પત્ય જીવન સુખમય રહેશે. આજે ભાગ્ય 91 ટકા તમારાં પક્ષમાં રહેશે. ભગવાન વિષ્ણુનું પૂજન કરો.

વૃષભ રાશિફળ

આજે માનસિક ચિંતાઓમાંથી મુક્તિ મળશે અને આર્થિક લાભ પણ મળશે. પારિવારિક જીવન માટે આજનો દિવસ કમજોર છે, જીવનસાથી સાથે તણાવ કે ઉગ્ર ચર્ચા થઇ શકે છે. અસંતુલિત આહારના કારણે તમે બીમાર પડી શકો છો. આજે ભાગ્ય 88 ટકા તમારાં પક્ષમાં રહેશે. સફેદ ચંદનનું તિલક લગાવો અને ભગવાન શિવને તાંબાના લોટામાં જળ અર્પણ કરો.

મિથુન રાશિફળ

આજે મિથુન રાશિના જાતકોને વેપારમાં લાભ થશે પરંતુ માનસિક ચિંતાઓ પરેશાન કરી શકે છે. બિઝનેસમાં પૈસા ના લગાવો નહીં તો નુકસાન થઇ શકે છે. આજે સ્વાસ્થ્ય કમજોર રહેશે અને કાર્યમાં અવરોધ આવવાથી ચિંતામાં વધારો થશે. આજે ભાગ્ય 72 ટકા તમારાં પક્ષમાં રહેશે. ગણપતિને દુર્વા ચઢાવો.

કર્ક રાશિફળ

આજે માનસિક ચિંતાઓ રહેશે પરંતુ સમયની સાથે સ્થિતિ સારી બનશે. વેપારમાં સારો નફો મળશે, જીવનસાથી સાથે સંબંધોમાં સુધાર આવશે. પારિવારિક માહોલ સારો રહેશે. આજે ભાગ્ય 63 ટકા તમારાં પક્ષમાં રહેશે. દરરોજ રાત્રે અંતિમ રોટલી કાળા શ્વાનને ખવરાવો.

સિંહ રાશિફળ

દામ્પત્ય જીવનમાં સુખ વધશે. પરિક્ષામાં સફળતા મળવાથી મન પ્રસન્ન રહેશે. બિઝનેસમાં સારો નફો થઇ શકે છે. ખર્ચ વધારે રહેશે અને સ્વાસ્થ્ય કમજોર રહેશે. આજે ભાગ્ય 71 ટકા તમારાં પક્ષમાં રહેશે. શનિદેવના દર્શન કરો અને તેલ ચઢાવો.

કન્યા રાશિફળ

આજે પરિવાર અને બાળકો પર ધ્યાન આપશો. પરિવારમાં તણાવ રહેશે અને કોઇ વડીલનું સ્વાસ્થ્ય બગડી શકે છે. કામકાજના હિસાબે દિવસ ઉત્તમ રહેશે, તમારી મહેનત સફળ રહેશે. આજે ભાગ્ય 78 ટકા તમારાં પક્ષમાં રહેશે, ચંદનનું તિલક લગાવો.

તુલા રાશિફળ

દામ્પત્ય જીવનના હિસાબે આજનો દિવસ ઉત્તમ રહેશે અને જીવનસાથી સાથે રોમાન્સ વધશે. પ્રેમ સંબંધના હિસાબે આજનો દિવસ સરળ રહેશે. કામકાજ સંબંધિત સારાં પરિણામો મળી શકે છે. આજે ભાગ્ય 81 ટકા તમારાં પક્ષમાં રહેશે. બ્રાહ્મણોને દાન કરો.

વૃશ્વિક રાશિફળ

આજનો દિવસ વૃશ્ચિક રાશિ માટે ખર્ચાળ રહેશે. વૈવાહિક જીવનમાં પરેશાની રહી શકે છે. જીવનસાથીનું સ્વાસ્થ્ય ખરાબ રહી શકે છે. પારિવારિક માહોલ સારો રહેશે. નોકરી બદલવાના પ્રયાસ કરી શકો છો. આજે ભાગ્ય 87 ટકા તમારાં રહેશે. માતા પાર્વતીની પૂજા કરો.

ધન રાશિફળ

આજે આવકના સ્ત્રોત બનશે અને આર્થિક સ્થિતિને મજબૂત બનાવવાના પ્રયાસ સફળ રહેશે. પારિવારિક માહોલ તણાવપૂર્ણ રહી શકે છે. આજે મહેનતનું સારું ફળ મળશે. ધરેલુ જીવનમાં તણાવ છતાં સ્થિતિ અનુકૂળ રહેશે. આજે ભાગ્ય 84 ટકા તમારાં પક્ષમાં રહેશે. ભગવાન કૃષ્ણની પૂજા કરો.

મકર રાશિફળ

માનસિક તણાવથી રાહત મળશે અને સ્વાસ્થ્યમાં સુધાર આવશે. કામકાજમાં સારાં પરિણામ મળશે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો. દામ્પત્ય જીવનમાં જીવનસાથી સાથે કોઇ મહત્વના મુદ્દે વાતચીતથી સ્પષ્ટતા વધશે. આજે ભાગ્ય 73 ટકા તમારાં પક્ષમાં રહેશે. માતા સરસ્વતીની પૂજા કરો.

કુંભ રાશિફળ

આજે આવકમાં વૃદ્ધિથી મન પ્રસન્ન રહેશે, પરંતુ બપોર બાદ સ્થિતિ બદલાશે અને આવકમાં ઉણપ આવશે અને ખર્ચ વધશે. દામ્પત્ય જીવનમાં પ્રેમ વધશે. કામકાજ સંબંધિત કેટલાંક મામલે સારાં પરિણામ મળશે. આજે ભાગ્ય 65 ટકા તમારાં પક્ષમાં રહેશે. પીપળના વૃક્ષ નીચે દીપ પ્રગટાવો.


મીન રાશિફળ

તમારો માયાળુ સ્વભાવ આજે અનેક ખુશીભરી ક્ષણો લાવશે. તમારા ભાઈ બહેનો માં થી આજે કોઈ તમારી જોડે પૈસા ઉધાર માંગી શકે છે, તમે તેમને પૈસા આપી તો દેશો પરંતુ આના થી તમારા આર્થિક હાલત ખરાબ થયી શકે છે. મિત્રો તથા પરિવારના સભ્યો તમારો મોટાભાગનો સમય લેશે. આજે તમે તમારા પ્રિયપાત્ર સામ તમારી લાગણીઓ વ્યક્ત નહીં કરી શકો. તમે ખુદ ને સમય આપવાનું જાણો છો અને આજે તો તમને ઘણું ખાલી સમય મળવા ની શક્યતા છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version