Published By : Aarti Machhi
મેષ રાશિફળ
આજે દિવસ વ્યસ્તાભર્યો રહેશે, કામને લઇને સતત ચિંતા રહેશે. પરંતુ જેમ જેમ દિવસ પસાર થશે તેમ અગાઉ કરેલાં સારાં કાર્યોનું ફળ પ્રાપ્ત થશે, સ્થિતિ તમારાં પક્ષમાં રહેશે અને આવકમાં વધારો થશે. આજે ભાગ્ય 73 ટકા તમારાં પક્ષમાં રહેશે. ભગવાન વિષ્ણુની આરાધના કરો.
મિથુન રાશિફળ
આજે દિવસ વ્યસ્ત રહેશે, સ્વાસ્થ્ય કમજોર રહી શકે છે જેથી માનસિક તણાવ રહેશે. દિવસ જેમ જેમ આગળ વધશે તેમ સ્થિતિમાં સુધાર જોવા મળશે. આવક સારી રહેશે, સરકારી ક્ષેત્રમાં કામ કરતાં જાતકોને લાભ મળશે. આજે ભાગ્ય 93 ટકા તમારાં પક્ષમાં રહેશે. પીપળના વૃક્ષ નીચે દીપ પ્રગટાવો
કર્ક રાશિફળ
આજે દિવસ અનુકૂળ રહેશે, વેપારી વર્ગ માટે સમય ઉત્તમ છે. ઘરેલુ કામકાજના કારણે થોડી પરેશાની રહી શકે છે. શારિરીક કમજોરીથી થાક અનુભવશો. પાર્ટનર સાથે ઉગ્ર ચર્ચાથી બચો. કામકાજમાં તમારી સ્થિતિ મજબૂત બનશે. આજે ભાગ્ય 91 ટકા તમારાં પક્ષમાં રહેશે. પીળી વસ્તુનું દાન કરો.
સિંહ રાશિફળ
આજે જીવનમાં અસમંજસની સ્થિતિ હતી તે દૂર થશે અને પરિસ્થિતિઓ સ્પષ્ટ દેખાશે. આવકમાં વૃદ્ધિ થશે અને કાર્યોમાં સફળતા મળશે. પરિવારની ઉન્નતિ માટે કરવામાં આવેલા પ્રયાસો સફળ થશે. સમાજમાં માન સન્માન મળશે. આજે ભાગ્ય 61 ટકા તમારાં પક્ષમાં રહેશે. શિવલિંગ પર દૂધ ચઢાવો.
તુલા રાશિફળ
આજે દિવસ અનુકૂળ રહેશો, બાળકોમાં સ્નેહ વધશે. દામ્પત્ય જીવનમાં સ્થિતિ નિયંત્રણમાં રહેશે. આજે સંપૂર્ણ ધ્યાન તમારાં કામ પર જ આપો, નહીં તો નાની મોટી પરેશાનીઓ આવી શકે છે. આજે ભાગ્ય 71 ટકા તમારાં પક્ષમાં રહેશે. ગાય માતાને લીલું ઘાસ ખવરાવો.
વૃશ્વિક રાશિફળ
આજે પરિવારના કામકાજમાં સ્પષ્ટતા સાથે ધ્યાન આપશો. ઘરેલુ ખર્ચ થશે, આવક સામાન્ય રહેશે. કામકાજમાં તમારાં પ્રયાસો સફળ બનશે અને નોકરીમાં સારાં પરિણામો પ્રાપ્ત થશે. બિઝનેસ માટે દિવસ અનુકૂળ છે. આજે ભાગ્ય 75 ટકા તમારાં પક્ષમાં રહેશે. માતા લક્ષ્મીની પૂજા કરો.
ધન રાશિફળ
આજે યાત્રા માટે દિવસ અનુકૂળ નથી, સ્વાસ્થ્ય નરમ રહેશે તેથી ખાન પાન પર ધ્યાન આપો. સમજદારી અને કાર્યકુશળતા તમારાં કામમાં આવશે. પ્રેમ સંબંધમાં સમય તણાવપૂર્ણ રહેશે. આજે ભાગય 82 ટકા તમારાં પક્ષમાં રહેશે. પીપળ પર દૂધ મિશ્રિત પાણી ચઢાવો.
મકર રાશિફળ
આજે દિવસ મહત્વપૂર્ણ છે, કારણ કે આજે સંપૂર્ણપણે પોતાના પર ધ્યાન આપશો. તમારી પ્રાથમિકતાઓ પર ધ્યાન આપશો. કામમાં સારાં પરિણામો મળશે, તમારી નોકરીમાં બદલાવના વિચાર પણ કરી શકો છો. આ દિશામાં પ્રયાસો સાર્થક સાબિત થશે. આજે ભાગ્ય 96 ટકા તમારાં પક્ષમાં રહેશે. માછલીઓને લોટની ગોળની ખવરાવો
કુંભ રાશિફળ
આજે દિવસ અનુકૂળ રહેશે અને કાર્યોમાં આવતી પરેશાનીઓ દૂર થશે. સ્થિતિમાં સુધાર આવશે અને આત્મવિશ્વાસમાં વધારો થશે. ઘરમાં મનોરંજનમાં સમય પસાર કરશો. દામ્પત્ય જીવનમાં પ્રેમ રહેશે. આજે ભાગ્ય 87 ટકા તમારાં પક્ષમાં રહેશે. ગાયત્રી ચાલીસાનો પાઠ કરો.
મીન રાશિફળ
આજે દિવસ અનુકૂળ રહેશે, આવક વધશે. ખર્ચમાં વધારો થઇ શકે છે તેથી સાવધાન રહો અને બચત કરો. પ્રેમ સંબંધમાં કોઇ પરેશાની આવશે. દામ્પત્ય જીવનમાં દિવસ સામાન્ય રહેશે. આજે ભાગ્ય 68 ટકા તમારાં પક્ષમાં રહેશે. હનુમાનજીને સિંદૂર ભેંટ કરો.