Published By : Aarti Machhi

મેષ રાશિફળ
આજે ઘર અથવા કાર્યસ્થળે વ્યવસ્થા નહીં જાળવી શકો, ઉતાવળના કારણે કોઇ કામ બગડી પણ શકે છે. બપોર સુધી પૈસા કમાવવાના ચક્કરમાં બગડતાં સ્વાસ્થ્યને નજરઅંદાજ ના કરો. સાંજના સમયે હાથ પગમાં થાક અનુભવી શકો છો. આજે ભાગ્ય 80 ટકા તમારાં પક્ષમાં રહેશે. અન્નદાન કરો.


મિથુન રાશિફળ
આજે દિવસના પ્રથમ ભાગમાં લાભ પ્રાપ્તિના અવસર પ્રાપ્ત થશે, કોઇ દુવિધાના કારણે પ્રતિસ્પર્ધી તેનો લાભ ઉઠાવી શકે છે. તમારાં કાર્ય-વ્યવસાયમાં પ્રગતિની આશા રાખી શકો છો. ઉતાવળે કોઇ પણ નિર્ણય લેવાનું ટાળો. આજે ભાગ્ય 73 ટકા તમારાં પક્ષમાં રહેશે.

કર્ક રાશિફળ
આજે દિવસનો શરૂઆતનો સમય અસમંજસના કારણે કાર્યરહિત રહેશે, પરંતુ ધૈર્ય રાખો. આ સમસ્યા થોડાં સમય પુરતી જ રહેશે. બપોર બાદ સ્થિતિ અનુકૂળ થવા લાગશે. આજે કેટલીક એવી ઘટનાઓ બનશે જે તમને ભવિષ્ય પ્રત્યે નિશ્ચિંત કરી દેશે. આજે ભાગ્ય 71 ટકા તમારાં પક્ષમાં રહેશે.

સિંહ રાશિફળ
આજે વ્યવસાયિક કારણોસર માનસિક બેચેની રહેશે, ઘરેલુ વિવાદના કારણે વધારે દબાણમાં કામ કરવું પડશે. દિવસની શરૂઆતમાં પરિવારના સભ્યોના કારણે માહોલ અશાંત રહેશે. કાર્યસ્થળે પણ આવી જ સ્થિતિ રહેશે. સાંજ બાદ સમય અનુકૂળ બનશે. આજે ભાગ્ય 77 ટકા તમારાં પક્ષમાં રહેશે.


તુલા રાશિફળ
આજે દિવસ દરમિયાન ઉદાસ રહેશો, વાસ્તવિકતાને બદલે કાલ્પનિક દુનિયામાં ખોવાયેલા રહેશો. ધન લાભ માટે કોઇ અન્ય વ્યક્તિની મદદની આવશ્યકતા પડશે. શારિરીક રીતે નહીં પણ વ્યાવહારિક રીતે સક્રિય રહેવું જરૂરી છે. આજે ભાગ્ય 81 ટકા તમારાં પક્ષમાં રહેશે. સફેદ વસ્તુનું દાન કરો.

વૃશ્વિક રાશિફળ
આજે આર્થિક લાભનો દિવસ છે, પરંતુ તમારાં શબ્દોનો યોગ્ય જગ્યાએ પ્રયોગ કરો. મહત્વપૂર્ણ કાર્યોને બપોર પહેલાં પૂર્ણ કરી લો. વેપારી વર્ગને શોર્ટ-કટ અપનાવવાથી બચવું જોઇએ. નોકરીમાં આજે સંતુષ્ટ સ્વભાવ રહેશે. આજે ભાગ્ય 89 ટકા તમારાં પક્ષમાં રહેશે. માતા પિતાના આશીર્વાદ લો.

ધન રાશિફળ
આજે દિવસના મધ્ય સુધી કોઇ મહત્વપૂર્ણ નિર્ણય ના લો, દૈનિક જીવનમાં વધારે વ્યસ્ત રહેશો. પરિવારના સભ્ય અથવા સહકર્મી યોગ્ય સલાહ આપશે. બપોર બાદ સ્થિતિમાં સુધાર જણાશે. સાંજનો સમય દિવસની સરખામણીએ વધુ શાંતિથી પસાર થશે.

મકર રાશિફળ
આજે ધન સંબંધિત કાર્યોને છોડી અન્ય કાર્યોમાં સન્માનને પાત્ર બનશો. જો કે, તમારાં મહત્વના કાર્યો સમયસર પૂર્ણ નહીં થવાથી ધન પ્રાપ્તિ માટે રાહ જોવી પડશે. બપોર બાદ પારિવારિક માહોલમાં શાંતિ રહેશે. આજે ભાગ્ય 70 ટકા તમારાં પક્ષમાં રહેશે. હનુમાનજીને સિંદૂર ભેંટ કરો.

કુંભ રાશિફળ
આજે બપોર સુધી અસંતોષની ભાવના તમને લાભથી દૂર રાખશે. સ્વાસ્થ્યમાં આંશિક સુધાર જોવા મળશે. કામકાજને લગતી માનસિક ચિંતા પરેશાનીનું કારણ બનશે. દિવસના મધ્ય ભાગમાં પરિવારજનો તમારાં પ્રત્યે સહાનુભૂતિ રાખશે. આજે ભાગ્ય 96 ટકા તમારાં પક્ષમાં રહેશે. પીપળના વૃક્ષ નીચે દીપ પ્રગટાવો.

મીન રાશિફળ
આજે દિવસની શરૂઆતમાં શારિરીક કમજોરીનો અનુભવ થશે, જેના કારણે દૈનિક કાર્યોમાં સમય લાગી શકે છે. નોકરીયાત વર્ગ આજે કોઇ દુવિધામાં રહેશે. બપોર બાદ કામકાજ માટે સમય શુભ રહેશે. આજે ભાગ્ય 81 ટકા તમારાં પક્ષમાં રહેશે. માતા પાર્વતી અથવા ઉમાની પૂજા કરો.