Published By : Aarti Machhi

મેષ રાશિફળ
આજે દિવસ દરમિયાન તમારી ગુપ્ત વાતો કોઇની સાથે શૅર ના કરો નહીં તો કોઇ હિતશત્રુના કારણે પરિવારમાં તણાવ ઉભો થઇ શકે છે. સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર મળશે. નવી નોકરી મળવાના યોગ પણ બની રહ્યાછે. આજે ભાગ્ય 82 ટકા તમારાં પક્ષમાં રહેશે. પીપળના વૃક્ષ નીચે દીપ પ્રગટાવો.


મિથુન રાશિફળ
આજે દિવસ તમારાં માટે પરેશાનીઓ લઇને આવશે, પરિવારમાં ચાલી રહેલા તણાવના કારણે સ્વભાવ ઉગ્ર રહેશે. આ દરમિયાન કોઇ પણ મોટો નિર્ણય લેવાથી બચો. મનમાં ચાલી રહેલી પરેશાનીની અસર કામકાજ પર દેખાશે. આજે ભાગ્ય 63 ટકા તમારાં પક્ષમાં રહેશે. માતા સરસ્વતીની પૂજા કરો.

કર્ક રાશિફળ
આજે ભાગીદારીમાં કોઇ નવું કામ શરૂ કરી શકશો, ઓફિસમાં વિરોધીઓથી સતર્ક રહો. આજે કોઇ કામથી અચાનક યાત્રા પર જવું પડી શકે છે. પરિવારના સભ્ય તરફથી શુભ સમાચાર મળશે. આજે અન્યોની વાતોથી પ્રભાવિત ના થાવ. આજે ભાગ્ય 93 ટકા તમારાં પક્ષમાં રહેશે. પીળી વસ્તુનું દાન કરો.

સિંહ રાશિફળ
આજે શૅર માર્કેટ સાથે જોડાયેલા જાતકો સાવધાન રહેવાની જરૂર છે. મહત્વપૂર્ણ નિર્ણયો થકી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનાવી શકશો. કોઇ પણ મુદ્દે વરિષ્ઠ સભ્યોની સાથે અનાવશ્યક વિવાદ ટાળો. આજે ભાગ્ય 90 ટકા તમારાં પક્ષમાં રહેશે. ગાય માતાને લીલુ ઘાસ ખવરાવો.


તુલા રાશિફળ
આજે દિવસ મિશ્રિત પરિણામ આપશે, ઘરમાં કોઇ નવા મહેમાનનું આગમન થઇ શકે છે. કોઇ સભ્યના વિવાહમાં આવતી અડચણો દૂર થશે. નાના બાળકો સાથે સમય પસાર કરો. લાંબા સમયથી કોઇ મહત્વપૂર્ણ કામ અટકેલું હશે તો તે આજે પૂર્ણ થઇ શકે છે.

વૃશ્વિક રાશિફળ
આજે સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર મળશે. લાંબા સમયથી અટકેલું ધન પ્રાપ્ત થતાં પ્રસન્નતા રહેશે. અનાવશ્યક ખર્ચ ટાળો. કાર્યક્ષેત્રે પ્રમોશનના યોગ બની રહ્યા છે. સાંજના સમયે ઘરે મહેમાનનું આગમન થઇ શકે છે. આજે ભાગ્ય 85 ટકા તમારાં પક્ષમાં રહેશે. માછલીઓને લોટની ગોળીઓ ખવરાવો.

ધન રાશિફળ
આજે દિવસ મિશ્રિત પરિણામ આપશે, પરિવારના સભ્યો સાથે આનંદની પળો વિતાવશો. જીવનસાથીનો સહયોગ મળશે. કોઇ સંપત્તિના સોદા દરમિયાન તેના મહત્વપૂર્ણ દસ્તાવેજોનું ધ્યાન રાખો. આજે ભાગ્ય 81 ટકા તમારાં પક્ષમાં રહેશે. ગાયત્રી ચાલીસાનો પાઠ કરો.

મકર રાશિફળ
આજે દિવસ આંશિક કમજોર રહેશે, કાર્યભારના કારણે પરેશાની રહી કે છે. યાત્રા દરમિયાન તમારાં કિમતી સામાનનું ધ્યાન રાખો. પરિવારના કોઇ સભ્યને મનપસંદ નોકરી મળી શકે છે. આજે ભાગ્ય 83 ટકા તમારાં પક્ષમાં રહેશે. હનુમાનજીને સિંદૂર ભેંટ કરો.

કુંભ રાશિફળ
આજે દિવસ અનુકૂળ રહેશે, પરિવાર સાથે સમય પસાર કરશો અથવા ટ્રિપ પ્લાન કરી શકો છો. અવિવાહિત જાતકોને સારાં પ્રસ્તાવ મળી શકે છે. કોઇ વ્યાવસાયિક યોજનાને લઇ ચિંતિત છો તો તેમાં રોકાણ ઉત્તમ રહેશે. આજે ભાગ્ય 89 ટકા તમારાં પક્ષમાં રહેશે.

મીન રાશિફળ
આજે દિવસ અનેકગણી ખુશીઓ લઇને આવશે. પ્રિયજન તરફથી કોઇ ઉપહાર મળી શકે છે. આજે પાર્ટનરશિપ કરવાનું ટાળો નહીં તો કારણ વગર તણાવ ઉભો થઇ શકે છે. ઓનલાઇન કામ કરતા હોવ તો સાવધ રહો, વિશ્વાસઘાત થઇ શકે છે. આજે ભાગ્ય 77 ટકા તમારાં પક્ષમાં રહેશે. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો.