Saturday, July 26, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeHoroscopeતારીખ 19 મે 2025નું રાશિફળ

તારીખ 19 મે 2025નું રાશિફળ

Published By : Aarti Machhi

મેષ રાશિફળ

તમારા નકારાત્મક વિચારો માનસિક બીમારીનું સ્વરૂપ લઈ લે તે પૂર્વે જ તમારે તેમનો નાશ કરવો જોઈએ. તમને સંપૂર્ણ માનસિક સંતોષ આપે એવી કોઈક પ્રવૃત્તિ સાથે સંકળાઈને તમે તેમનાથી મુક્તિ પામી શકો છો. જે લોકો દુગ્ધ વેપાર થી સંકળાયેલા છે તે લોકો ને આજે લાભ થવાની પ્રબળ શક્યતા છે. કામના સ્થળે વરિષ્ઠો તથા સહ-કમર્મચારીઓ તરફથી સહકાર તમારૂં મનોબળ વધારશે.

વૃષભ રાશિફળ

રચનાત્મક શોખ તમને નિરાંતવા રાખશે. તમારી પાસે પૈસા પણ પર્યાપ્ત માત્રામાં હશે અને આની સાથેજ મનમાં શાંતિ પણ હશે. તમારી મદદની જરૂર હોય એવા મિત્રની મુલાકાત લેજો. નોકરી માટેના ઈન્ટરવ્યુમાં હાજર થવા અથવા તમારો બાયો-ડૅટા મોકલવા માટે સારો દિવસ.

મિથુન રાશિફળ

સારા સ્વાસ્થ્ય માટે આત્મવિશ્વાસ આવશ્યક છે. લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે. ઘરના કામો તમને મોટા ભાગના સમયે વ્યસ્ત રાખે છે. કામમાં ગતિશીલ અને પ્રગતિશીલ પરિવર્તન લાવવામાં સહકર્મચારીઓ તમને સહકાર આપશે. ઝડપી પગલું લેવા તમારે પણ તમારી જાતને તૈયાર કરવી પડશે.

કર્ક રાશિફળ

તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો. આજે તમે સારૂં એવું ધન કમાશો-પણ ધનને તમારી આંગળીઓ વચ્ચેથી સરકી જવા ન દેતા. તમારી યોજનાઓને વળગી રહેવા તમારા ભાગીદારોને સમજાવવામાં તમને મુશ્કેલી પડશે. નવી વિચારોને કસોટીની એરણ પર મુકવા માટે શ્રેષ્ઠ દિવસ.

સિંહ રાશિફળ

કામની વચ્ચે આરામ લો તથા શક્ય હોય એટલા હળવા બનવાની કોશિષ કરો. રિયલ એસ્ટેટ અને આર્થિક વ્યવહારો માટે સારો દિવસ. પરિવારના સભ્યો સહકાર આપશે પણ તેમની માગો પણ વધુ હશે. કામના સ્થળે આકાર લઈ રહેલા ફેરફારથી તમને લાભ થશે.

કન્યા રાશિફળ

આજે તમારું આરોગ્ય સ્વસ્થ રહેવાની અપેક્ષા છે. મોજ-મજા માટે તમે કોઈ ટ્રીપ પર જાવ એવી શક્યતા છે. તમારી આવડત દેખાડવાની તક આજે તમારી સાથે આવશે.

તુલા રાશિફળ

કામનું દબાણ આજે તાણ તથા ટૅન્શન લાવી શકે છે. સમય અને ધનની કિંમત કરતા શીખો નહીંતર આવનારા સમય માં તમને તકલીફ પડી શકે છે. તમારો વિનોદી સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ ઝળકાવશે.

વૃશ્વિક રાશિફળ

કુદરતે તમારા પર નોંધપાત્ર આત્મવિશ્વાસ તથા હોંશિયારી વર્ષાવી છે-આથી તેનો પૂરેપૂરો ઉપયોગ કરો. આર્થિક તંગીમાં આવી શકો છો. અન્યો સાથે વાદ-વિવાદ તથા બોલાચાલી અને તેમનામાં અકારણ ભૂલો શોધવાનું ટાળો.

ધન રાશિફળ

કામનું દબાણ તમારા મગજને ઘેરી વળશે. આજે કામના સ્થળે તમે કશુંક ખરેખર અદભુત કરશો. સમયની નાજુકતાને સમજીને, આજે તમે બધાથી અંતર રાખીને એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો. આવું કરવું તમારા માટે ફાયદાકારક પણ છે.

મકર રાશિફળ

આનંદ-પ્રમોદ અને મોજ-મજાનો દિવસ. તમારૂં સમર્પણ તથા સખત મહેનતની નોંધ લેવાશે તથા આજે તેને કારણે તમારી માટે આર્થિક વળતર પણ લાવશે. સાવધાનીપૂર્વક પગલાં લેવાનો દિવસ- આથી જ્યાં સુધી તમને વિશ્વાસ ન બેસે કે તમારા વિચારો નિષ્ફળ નહીં જાય, ત્યાં સુધી તેમને રજૂ ન કરતા. આ રાશિ ના લોકો ને આજ ના દિવસે પોતાના માટે ખુબ સમય મળશે.

કુંભ રાશિફળ

સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારો દિવસ. તમારી ખુશખુશાલ મનઃસ્થિતિ તમને ઈચ્છિત ટૉનિક આપશે તથા તમને આત્મવિશ્વાસથી સભર રાખશે.ખુશખુશાલ-ઊર્જાસભર-પ્રેમાળ મૂડમાં-તમારો આનંદી સ્વભાવ તમારી આસપાસના લોકો માટે ખુશી તથા આનંદ લાવશે. તમારી જાતને અભિવ્યક્ત કરવા માટે પણ આ સારો દિવસ છે-તથા રચનાત્મક પ્રકૃતિના પ્રકલ્પો પર કામ કરો.


મીન રાશિફળ

તમારો પરિવાર તમારી પાસેથી ઘણી અપેક્ષાઓ રાખશે. કામના સ્થળે તમે આજે ખાસ હોવાની અનુભૂતિ કરશો. આજે તમે તમારા મગજને કસોટીની એરણ પર મુકશો-તમારામાંના કેટલાક શતરંજ, ક્રોસવર્ડ રમવા પ્રેરાશે તો કેટલાક વાર્તા કે કવિતા લખવા અથવા ભાવિ યોજનાઓ ઘડવા તરફ વળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!