Home Horoscope તારીખ 21 જાન્યુઆરી 2024નું રાશિફળ

તારીખ 21 જાન્યુઆરી 2024નું રાશિફળ

0

Published By : Aarti Machhi

મેષ રાશિફળ

આજે કોઇ જ્ઞાની વ્યક્તિનું માર્ગદર્શન મળશે, થોડાં પ્રયાસોથી જ કાર્ય સફળ બની જશે. મિત્રોની સહાયતા કરવાનો અવસર મળશે અને સામાજિક પ્રતિષ્ઠામાં વધઆરો થશે. સ્વાસ્થ્ય નરમ રહેશે પરંતુ દિનચર્યા પ્રભાવિત નહીં થાય. આજે ભાગ્ય 89 ટકા તમારાં પક્ષમાં રહેશે. માતા સરસ્વતીની પૂજા કરો.

વૃષભ રાશિફળ

આજે વેપારમાં મંદી જોવા મળશે, નોકરીમાં ઉચ્ચ અધિકારીની નારાજગીનો સામનો કરવો પડી શકે છે. પરિવારમાં તણાવ રહેશે. સુખ સુવિધાના સાધનો પર સમજી વિચારીને જ ખર્ચ કરો. નવા રોકાણથી બચો. શારિરીક કષ્ટ રહેશે. આજે ભાગ્ય 84 ટકા તમારાં પક્ષમાં રહેશે. ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો.

મિથુન રાશિફળ

આજે પારિવારિક જવાબદારી રહેશે, ભાગદોડ અને ખર્ચ પણ વધશે. આજે વાહન અને મશીનરીના ઉપયોગમાં સાવધાની રાખો. રોકાણ કરવા માટે સમય યોગ્ય નથી. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, ઘરનું વાતાવરણ સ્થિર રહેશે. આજે ભાગ્ય 77 ટકા તમારાં પક્ષમાં રહેશે. માતા પાર્વતીની પૂજા કરો.

કર્ક રાશિફળ

આજે નવા વસ્ત્રો પર ખર્ચ કરશો, અચાનક લાભની પ્રાપ્તિની સંભાવના પણ છે. વ્યાવસાયિક યાત્રાઓ સફળ રહેશો અને વૃદ્ધિ થશે. નોકરીમાં જવાબદારીઓ વધી શકે છે. પરિવારિક સહયોગ પ્રાપ્ત થશે. ધૈર્યપૂર્વક સમય પસાર કરો. આજે ભાગ્ય 73 ટકા તમારાં પક્ષમાં રહેશે. ગણેશજીને લાડુનો ભોગ ધરાવો.

સિંહ રાશિફળ

આજે કેટલીક રાજકીય અડચણો સામે આવી શકે છે, તેથી ઉતાવળે કોઇ ખોટું કામ ના કરો. વિવાદથી દૂર રહો. લાંબ સમયથી અટકેલું ધન પ્રાપ્ત થવાની સંભાવના છે. યાત્રા લાભદાયક રહેશે. આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થઇ શકે છે. આજે ભાગ્ય 82 ટકા તમારાં પક્ષમાં રહેશે. માતા સરસ્વતીની પૂજા કરો.

કન્યા રાશિફળ

આજે અચાનક ખર્ચ વધી શકે છે, જૂની બીમારીના કારણે કામકાજ પર અસર પડશે. કાર્યોમાં અનપેક્ષિત વિલંબ જોવા મળશે, ચિંતા અને તણાવથી ઘેરાયેલા રહેશો. વ્યવસાય લાભદાયક રહેશે. આજે ભાગ્ય 88 ટકા તમારાં પક્ષમાં રહેશે. સફેદ વસ્તુનું દાન કરો.

તુલા રાશિફળ

આજે પ્રગતિના અવસર મળશે, ભૂમિ ભવન સંબંધિત પરેશાનીઓ દૂર થઇ શકે છે. આવકમાં વૃદ્ધિ થશે. રોજગાર મળવાના યોગ બની રહ્યા છે. કારોબારમાં ગતિ જોવા મળશે. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. આજે ભાગ્ય 81 ટકા તમારાં પક્ષમાં રહેશે. શિવલિંગ પર દૂધ ચઢાવો.

વૃશ્વિક રાશિફળ

આજે કષ્ટ, ભય, ચિંતા અને તણાવનો માહોલ રહી શકે છે. કોર્ટ કચેરીના કાર્યોમાં અનુકૂળતા રહેશે. લાભમાં વૃદ્ધિ થશે, કોર્ટ કચેરીના કામકાજમાં અનુકૂળતા રહેશે અને રોકાણથી લાભ મળશે. નવા સંપર્કથી ભવિષ્યમાં ફાયદો થશે. આજે ભાગ્ય 90 ટકા તમારાં પક્ષમાં રહેશે. ગાય માતાને લીલુ ઘાસ ખવરાવો.

ધન રાશિફળ

આજે કોઇ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં ઉતાવળ ટાળો, વાણી પર નિયંત્રણ રાખો. વ્યય વધવાથી તણાવ રહી શકે છે અને અચાનક ખર્ચથી બજેટ ખોરવાઇ શકે છે. કોઇ દુઃખદ સમાચાર પણ આજે મળી શકે છે, ધૈર્ય રાખો. આજે ભાગ્ય 98 ટકા તમારાં પક્ષમાં રહેશે. પીપળ પર દૂધ મિશ્રિત પાણી ચઢાવો.

મકર રાશિફળ

કોઇ ઉત્સવમાં ભાગ લેવાનો અવસર આજે પ્રાપ્ત થઇ શકે છે, વિદ્યાર્થી વર્ગને સફળતા પ્રાપ્ત થશે. વેપારમાં વૃદ્ધિના યોગ છે. પરિવાર અને મિત્રોની સાથે આનંદદાયક સમય પસાર કરશો. કોઇ તીર્થ યાત્રાની મુલાકાતના યોગ બની રહ્યા છે. આજે ભાગ્ય 66 ટકા તમારાં પક્ષમાં રહેશે. ગાયત્રી ચાલીસાનો પાઠ કરો.

કુંભ રાશિફળ

આજે લોકોની મદદ કરવાનો અવસર પ્રાપ્ત થશે, યાત્રા સફળ રહેશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. લાંબા સમયથી અટકેલાં કાર્યો સરળતાથી પૂર્ણ થશે. રોકાણ શુભ રહેશે, બપોર બાદ અચાનક ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. આજે ભાગ્ય 65 ટકા તમારાં પક્ષમાં રહેશે. ભગવાન વિષ્ણુની આરાધના કરો.


મીન રાશિફળ

આજે નજીકના સંબંધી તરફથી શુભ સમાચાર મળશે, તમારાં આત્મવિશ્વાસમાં વધારો થશે. વેપારમાં લાભ મળશે અને રોકાણ માટે દિવસ ઉત્તમ છે. ભાઇઓના સહયોગથી નજીકના ભવિષ્યમાં ધન લાભના યોગ બની રહ્યા છે. આજે ભાગ્ય 75 ટકા તમારાં પક્ષમાં રહેશે. પીપળના વૃક્ષ નીચે દીપ પ્રગટાવો.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version