Friday, February 7, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeHoroscopeતારીખ 22 જાન્યુઆરી 2025નું રાશિફળ

તારીખ 22 જાન્યુઆરી 2025નું રાશિફળ

Published By : Aarti Machhi

મેષ રાશિફળ

સારા જીવન માટે તમારૂં સ્વાસ્થ્ય અને સમગ્રતઃ વ્યક્તિત્વ સુધારવાનો પ્રયત્ન કરો. મનોરંજન અથવા કૉસ્મૅટિક્સ સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં. અદભુત દિવસ જ્યારે તમે ઈચ્છો છો એટલું લોકોનું ધ્યાન તમને મળશે-તમારી સામે એટલી બધી બાબતો હશે અને તમાંથી કઈ બાબત હાથ ધરવી તેની મીઠી મૂમંઝવણ તમને થશે.

વૃષભ રાશિફળ

કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે-જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે. નવા સંપર્કો કદાચ લાભદાયી લાગશે પણ અપેક્ષા મુજબના લાભ નહીં લાવે- નાણાં રોકવાની વાત આવે ત્યારે ઉતાવળા નિર્ણયો ન લેવામાં જ સાર છે. 

મિથુન રાશિફળ

તમારૂં માનસિક સ્વાસ્થ્ય જાળવો-આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વશરત છે. મગજએ તમારા જીવનનું પ્રવેશદ્વાર છે કેમ કે સારૂં-ખરાબ બધું જ તેના વાટે તમારા મગજમાં પ્રવેશે છે. તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ રેલાવે છે. થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો.

કર્ક રાશિફળ

તમારા અણધાર્યા સ્વભાવને તમારા વૈવાહિક સંબંધ પર અસર કરવા ન દો.આ બાબતને ટાળવાનો પ્રયાસ કરો ન્યથા તમે પછીથી પસ્તાશો. જે બાબત ખાસ હશે એવી કોઈપણ બાબત માટે નાણાં ધીરવા મહત્વના લોકો તૈયાર હશે. મિત્રો સાથે સાંજ મોજ-મજા માટે તથા રજાઓના આયોજન માટે સારી રહેશે.

સિંહ રાશિફળ

શક્ય હોય તો લાંબી મુસાફરી ટાળવી કેમ કે મુસાફરી કરવા માટે તમે ખૂબ જ નબળા છો અને આ મુસાફરી તમને વધુ નબળા પાડી શકે છે. તમારો કોઈ જૂનો મિત્ર આજે વેપાર માં લાભ મેળવવા માટે તમને સલાહ આપી શકે છે, અને જો આ સલાહ પર તમે અમલ કરો છો તો તમને ધન લાભ જરૂર થશે. 

કન્યા રાશિફળ

તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદભુત દિવસ. આજ ના દિવસે ઘર માં કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ ખરાબ થવા ના લીધે તમારું ધન ખર્ચ થયી શકે છે. જૂનાં સંપર્કો તથા મિત્રો મદદરૂપ સાબિત થશે. કેટલાક માટે લગ્નની શરણાઈના સૂર સંભળાય છે

તુલા રાશિફળ

તમે પાછળ રહી જશો એવી શક્યતા છે. હિંમત હારવાને બદલે ઈચ્છિત પરિણામ મેળવવા સખત મહેનત કરો. આ નિષ્ફળતાઓને પ્રગતિ સુધી પહોંચવાનાં સોપાન બનાવો. મુશ્કેલીના સમયમાં સંબંધીઓ તમારી વહારે આવશે. જે લોકો અત્યાર સુધી પૈસા વગર વિચારે ઉડાડી રહ્યા હતા તેમને પૈસા ની આજે ઘણી જરૂર પડી શકે છે અને તેમને સમજણ આવી શકે છે કે પૈસા નું શું મહત્વ હોય છે. તમારા પરિવારના કલ્યાણ માટે સખત મહેનત કરો. તમારૂં કાર્ય પ્રેમ અને હકારાત્મક દૃષ્ટિકોણથી સંચાલિત હોવું જોઈએ લાલચથી નહીં. 

વૃશ્વિક રાશિફળ

તમારી જાતને તાણમુક્ત કરવા માટે પરિવારના સભ્યોનો સહકાર લો. તેમની મદદને ગરિમાપૂણર્ણ રીતે સ્વીકારો. તમારે લાગણીઓ તથા દબાણને તમારી અંદર ભરી ન રાખવો જોઈએ. નિયમિત રીતે તમારી સમસ્યાઓ શૅર કરવાથી તમને મદદ મળશે.આજે કુટુંબ ની પરિસ્થિતિ તમે જે રીતે વિચારો છો તેવી રહેશે નહીં. આજે ઘર માં કોઈ બાબત ને લઈ ને વિવાદ ની સંભાવના છે, આવી સ્થિતિ માં પોતાને નિયંત્રિત રાખો.

ધન રાશિફળ

તમે જે બાબત વાસ્તવિકતામાં મૂર્તસ્વરૂપે જોવા માગતા હો એ દિશામાં તમારા વિચારો અને ઊર્જા વાળો. માત્ર કલ્પના કરવાથી કોઈ અર્થ સરવાનો નથી. તમારી અત્યાર સુધીની સમસ્યા એ છે કે તમે માત્ર ઈચ્છા કરો છો એ દિશામાં પ્રયાસ કરતા નથી. આજે કોઈ ની મદદ વગર તમે પોતે ધન કમાવા માં સક્ષમ હશો.

મકર રાશિફળ

તમારા આહારની યોગ્ય તકેદારી રાખવી ખાસ કરીને માઈગ્રેનના દરદીઓએ જેમણે તેમનું ભોજન મિસ ન કરવું જોઈએ કેમ કે એવું કરવાથી તેમના પર લાગણી સંબંધિત તાણ બિનજરૂરી રીતે આવી શકે છે. 

કુંભ રાશિફળ

આઉટડૉર રમતો તમને આકર્ષશે-ધ્યાન તથા યોગ લાભ લાવશે. જે લોકો ઘણા સમય થી નાણાકીય મુશ્કેલી માં થી પસાર થયી રહ્યા હતા તેમને આજે ક્યાંક થી ધન પ્રાપ્ત થયી શકે છે જેથી જીવન માં ઘણી મુશ્કેલીઓ દૂર થયી જશે. પરિવારમાં તમારો પ્રભુત્વવાળો અભિગમ બદલવાનો સમય પાકી ગયો છે. તેમની સાથે સંપૂર્ણ સહકારપૂર્વક કામ કરી જીવનના ચડાવ-ઉતાર તેમની સાથે શૅર કરો. 


મીન રાશિફળ

માનસિક શાંતિ માટે તમારા ટૅન્શનનો ઉકેલ લાવો. લાંબા ગાળાના કોઈપણ રોકાણ ટાળો તથા તમારા સારા મિત્ર સાથે કેટલીક ખુશીભરી ક્ષણો વિતાવો. બહુ અગાઉથી ઘડેલી મુસાફરીની યોજના પરિવારમાં કોઈકની માંદગીને કારણે મુલત્વી રહેવાની શક્યતા.  તમારા માટે સમય ની સાથે રહેવું સારું છે, પરંતુ તે જ સમયે તમારે એ સમજવું પણ મહત્વપૂર્ણ છે કે જ્યારે પણ તમારી પાસે મફત સમય હોય ત્યારે તમારા નજીક ના લોકો સાથે સમય પસાર કરો. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!