Home Horoscope તારીખ 23 જાન્યુઆરી 2024નું રાશિફળ

તારીખ 23 જાન્યુઆરી 2024નું રાશિફળ

0

Published By : Aarti Machhi

મેષ રાશિફળ

આજે દિવસ અનુકૂળ છે, પરિજનોથી આવશ્યક સહયોગ મળશે. ધન પ્રાપ્તિના વિશેષ યોગ બની રહ્યા છે. વાણી પર સંયમ રાખો અને ક્રોધ પર નિયંત્રણ રાખો જેથી શુભ પરિણામ પ્રાપ્ત થતાં રહે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. સરકારી કામકાજ નજીકના ભવિષ્યમાં પૂર્ણ થશે. આજે ભાગ્ય 90 ટકા તમારાં પક્ષમાં રહેશે. કૃષ્ણ ભગવાનને માખણ મિશ્રીનો ભોગ ધરાવો.

વૃષભ રાશિફળ

આજે જૂની સમસ્યાઓનો અંત આવશે, મનોબળ અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. નોકરીમાં અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થશે. દામ્પત્ય જીવનમાં પ્રેમ અને સહયોગ મળશે. ઘરેલુ વાતાવરણમાં સુખ શાંતિનો અનુભવ થશે. આજે ભાગ્ય 88 ટકા તમારાં પક્ષમાં રહેશે. યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો.

મિથુન રાશિફળ

આજે દિવસ ખર્ચાળ સાબિત થઇ શકે છે, તેથી બજેટનું ધ્યાન રાખીને કામ કરો. શક્ય હોય તો આજે કોઇ મહત્વપૂર્ણ નિર્ણય લેવાથી બચો. કામ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરો. સાંજના સમયે અચાનક ધન લાભથી કેટલાંક ખર્ચ આપમેળે જ દૂર થઇ જશે. આજે ભાગ્ય 84 ટકા તમારાં પક્ષમાં રહેશે

કર્ક રાશિફળ

આજે દિવસ અનેક મામલે શુભ રહેશે. રોકાણમાં તમે જોખમ ઉઠાવી શકો છો, આર્થિક મામલે પ્રગતિ થશે. જરૂરી કામકાજ પૂર્ણ થશે અને અટકેલાં કાર્યોમાં ગતિ આવશે. પરિવારનો ભાવનાત્મક સહયોગ પ્રાપ્ત થશે. આજે ભાગ્ય 71 ટકા તમારાં પક્ષમાં રહેશે.

સિંહ રાશિફળ

આજે વ્યસ્તતાના કારણે કામનું ભારણ અધિક રહી શકે છે. સામાજિક ક્ષેત્રે તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. ધાર્મિક કાર્યોમાં રૂચિ વધશ જેનાથી માનસિક શાંતિનો અનુભવ થશે. જૂના રોગના કારણે સ્વાસ્થ્ય નરમ રહી શકે છે. આજે ભાગ્ય 86 ટકા તમારાં પક્ષમાં રહેશે.

કન્યા રાશિફળ

આજે તમારી રૂચિ ધાર્મિક કાર્યો અને આધ્યાત્મમાં વિશેષ રહેશે. માનસિક સુખ અને શાંતિનો અનુભવ થશે. ભાગ્યની મદદ મળશે અને નવા અવસરોનો લાભ ઉઠાવી શકશો. વિદ્યાર્થીઓ માટે દિવસ અનુકૂળ છે. આજે ભાગ્ય 94 ટકા તમારાં પક્ષમાં રહેશે. તુલસી માતાને નિયમિત જળ અર્પણ કરો અને દીપ પ્રગટાવો.

તુલા રાશિફળ

આજે દિવસ સાવધાનીપૂર્વક પસાર કરો, અજાણ્યા લોકો પર ભરોસો ના કરો નહીં તો પરેશાની થઇ શકે છે. શક્ય હોય ત્યાં સુધી લાંબા અંતરની યાત્રા ટાળો. સંતાનને લગતી ચિંતા સતાવી શકે છે. સાંજના સમયે શારિરીક થાકના કારણે પરેશાન રહેશો. આજે ભાગ્ય 63 ટકા તમારાં પક્ષમાં રહેશે. ગુરૂજન અથવા વરિષ્ઠ લોકોના આશીર્વાદ લો.

વૃશ્વિક રાશિફળ

આજે સિતારા બૂલંદ રહેશે, પરિવારમાં ખુશી અને ઉલ્લાસનો માહોલ રહેશે. મિત્ર અને નજીકના સંબંધીઓનો સહયોગ પ્રાપ્ત થશે. શૅર માર્કેટમાં રોકાણથી ફાયદો મળશે. આર્થિક લેવડ-દેવડ લાભદાયી રહેશે. નવી યોજના પર કામ શરૂ કરી શકો છો. આજે ભાગ્ય 67 ટકા તમારાં પક્ષમાં રહેશે. લક્ષ્મી માતાને ખીરનો ભોગ ધરાવો.

ધન રાશિફળ

આજે દિવસ અનુકૂળ રહેશે, અચાનક કોઇ શુભ સમાચાર મળી શકે છે. અટકેલું ધન પ્રાપ્ત થઇ શકે છે. તમારાં પ્રભાવમાં વધારો થશે અને શત્રુ પરાસ્ત થશે. નોકરી અથવા વ્યવસાયમાં ઉન્નતિના માર્ગ ખૂલશે. સેલ્સ માર્કેટિંગ સાથે જોડાયેલા જાતકો માટે લાભદાયક દિવસ રહેશે. આજે ભાગ્ય 91 ટકા તમારાં પક્ષમાં રહેશે

મકર રાશિફળ

આજે દિવસ ઉત્સાહ અને આનંદ સાથે પસાર થશે, સંતાન સુખ પ્રાપ્ત થશે. નવા સંપર્ક બનશે. સાંજના સમયે આકસ્મિક ધન લાભથી રાહત મળશે. તમારી ભૂલોને નજરઅંદાજ કરી અન્યોની ખામીઓ જોવા પર ઘરમાં વાતાવરણ તંગ બની શકે છે. આજે ભાગ્ય 83 ટકા તમારાં પક્ષમાં રહેશે. પીળી વસ્તુનું દાન કરો.

કુંભ રાશિફળ

આજે વાદ વિવાદથી દૂર રહો, કામથી સાર્થક રહો. ક્રોધ અને વાણી પર નિયંત્રણ રાખો. પરિવારમાં મતભેદ થઇ શકે છે. લેવડ-દેવડ ઉપરાંત નાણાકીય રોકાણમાં સાવધાની રાખો, વિશ્વાસઘાત થવાની આશંકા છે. આજે ભાગ્ય 96 ટકા તમારાં પક્ષમાં રહેશે. માતા પિતાના આશીર્વાદ લો.


મીન રાશિફળ

આજે આત્મવિશ્વાસથી પરિપૂર્ણ રહેશો, મહેનત અને સમર્પણથી કાર્યક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન કરી શકો છો. ભાઇઓનો સ્નેહ અને સહયોગ મળશે. મોસમી બીમારીઓ પરેશાન કરી શકે છે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ધન ખર્ચના યોગ બની રહ્યા છે. આજે ભાગ્ય 90 ટકા તમારાં પક્ષમાં રહેશે. માતા લક્ષ્મીની પૂજા કરો.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version