Published By : Aarti Machhi

મેષ રાશિફળ
આજનો દિવસ તમારી માટે બહુ ઊર્જાવાળો નથી અને તમે નાની-નાની બાબતોમાં ચીડાઈ જશો. દિવસ ની શરૂઆત ભલે સારી હોય પરંતુ સાંજે કોઈ કારણસર તમારા પૈસા ખર્ચાઈ શકે છે જેના લીધે તમે પરેશાન થયી શકો છો। આજે ઘરના કેટલાક સંવેદનશીલ મુદ્દા ઉકેલવા તમારે તમારૂં બુદ્ધિચાર્તુય તથા ધાક અજમાવવાની જરૂર પડશે.

વૃષભ રાશિફળ
તમારો ગુસ્સો કોઈકને વધુ મુશ્કેલીમાં મુકી દેશે. લોકોની જરૂરિયાત શી છે તથા તમારી પાસેથી તેમને ચોક્કસ શું જોઈએ છે તે તમે જાણતા હો એવું લાગે છે-પણ તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાઉ ન બનતા. લાયક ઉમેદવારો માટે વૈવાહિક જોડાણની શક્યતા. એવા લોકો કે જેઓ અત્યાર સુધી એકલા છે, તે આજે કોઈ ખાસ વ્યક્તિ ને મળવા ની સંભાવના છે

મિથુન રાશિફળ
તમારૂં માનસિક સ્વાસ્થ્ય જાળવો-આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વશરત છે. મગજએ તમારા જીવનનું પ્રવેશદ્વાર છે કેમ કે સારૂં-ખરાબ બધું જ તેના વાટે તમારા મગજમાં પ્રવેશે છે. તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ રેલાવે છે. અન્યો પર વધુ પડતો ખર્ચ કરશો એવી શક્યતા છે.

કર્ક રાશિફળ
જીવનને માણવા માટે તંમારી ઉમેદો ચકાસો. યોગની મદદ લો- જે તમને માનસિક, શારીરિક તથા આધ્યાત્મિક સ્વસ્થતાની જીવન કળા શીખવે છે જેથી તમે તમારી પ્રકૃતિ સુધારી શકો. આજે તમે પૈસા બચાવવા માટે પોતાના પરિવાર માં થી સલાહ લયી શકો છો અને તેને પોતાના જીવન માં સ્થાન પણ આપી શકો છો। કેટલાક લોકો માટે- પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન ઉજવણી અને પાર્ટીની ક્ષણો લાવશે. પ્રેમાળ સંદેશ સાથે એજનો દિવસ મોજમજા અને આનંદથી ભરેલો છે.

સિંહ રાશિફળ
અસીમ જીવનની મહાન ભવ્યતાને માણવા માટે તમારા જીવનને વધુ ઉત્કૃષ્ટ બનાવો. ચિંતાની ગેરહાજરી આ દિશામાં પ્રથમ પગલું છે. પૈસા ની અછત આજે ઘર માં વિવાદ નું કારણ બની શકે છે, આવી સ્થિતિ માં તમારા ઘર ના લોકો સાથે કાળજીપૂર્વક વાત કરો અને તેમની સલાહ લો. બાહ્ય પ્રવૃત્તિઓમાં વધારે પડતી ભાગીદારી તમારા માતા-પિતાના ગુસ્સાને આમંત્રણ આપી શકે છે. કારકિર્દીનું આયોજન કરવું એ બાબત પણ રમત જેટલી જ મહત્વની છે.


તુલા રાશિફળ
તમારી ધીરજ ખોતા નહીં ખાસ કરીને મુશ્કેલીના સમયમાં. તમને મારી સલાહ છે કે દારૂ સિગારેટ જેવી વસ્તુ પર પૈસા ખર્ચ ન કરો, આમ કરવા થી તમારું સ્વાસ્થ્ય તો બગડે જ છે, તે તમારી આર્થિક સ્થિતિ ને પણ ખરાબ કરે છે. પારિવારિક સમસ્યાઓને ઉચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ.

વૃશ્વિક રાશિફળ
કેટલાક લોકો તમારા મગજ પર સવાર થઈ શકે છે એમની બસ અવગણના જ કરો.એકાદ સરપ્રાઈઝનું આયોજન કરો અને આજના દિવસને તમારા જીવનનો સૌથી સુંદર દિવસ બનાવો. નિંદા-કૂથલી તથા અફવાઓથી દૂર રહો.

ધન રાશિફળ
તમારા સ્વાસ્થ્ય માટે લાંબી વૉક પર જાવ. લાંબા ગાળાના કોઈપણ રોકાણ ટાળો તથા તમારા સારા મિત્ર સાથે કેટલીક ખુશીભરી ક્ષણો વિતાવો. તમારા પરિવાર સાથે જડતાપૂર્વક વર્તન ન કરતા-તેનાથી શાંતિ જોખમાઈ શકે છે.

મકર રાશિફળ
અન્યો સાથે તમે ખુશહાલ ક્ષણો માણી રહ્યા હોવાથી તમારૂં સ્વાસ્થ્ ખીલી ઉઠશે. પર સાવચેત રહેજો કેમ કે સ્વાસ્થય પ્રત્યેની બેદરકારી તમને આગળ જતાં પજવી શકે છે. તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો-જે તમને આર્થિક લાભ પણ અપાવશે.

કુંભ રાશિફળ
ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે. તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય બનાવશે.

મીન રાશિફળ
લાગણીની દૃષ્ટિએ તમે આજે સ્થિર નહીં હો-આથી અન્યોની સામે તમે કઈ રીતે વર્તો છો તથા શું બોલો છો તે અંગે સાવચેત રહેજો. આજે તમારે જમીન, રિયલ એસ્ટેટ અથવા સાંસ્કૃતિક પ્રૉજેક્ટ્સને લગતી બાબતો પર ધ્યાન આપવું જોઈએ. ઘરના કામો તમને મોટા ભાગના સમયે વ્યસ્ત રાખે છે.