Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeHoroscopeતારીખ 26 ઓગસ્ટ 2024નું રાશિફળ

તારીખ 26 ઓગસ્ટ 2024નું રાશિફળ

Published By : Aarti Machhi

મેષ રાશિફળ

આજે મિત્રો સાથે લાંબા અંતરની યાત્રા પર જવાની યોજના બનાવી શકો છો. વેપારમાં અપેક્ષિત સફળતા મળવાથી સંતોષ રહેશે. શૅર માર્કેટમાં રોકાણથી સારો નફો મળશે. પરિવારમાં શાંતિ રહેશે. આજે ભાગ્ય 65 ટકા તમારાં પક્ષમાં રહેશે, તુલસી માતાને નિયમિત જળ અર્પણ કરો અને દીપ પ્રગટાવો.

વૃષભ રાશિફળ

આજે નવી યોજનાઓ પર ધ્યાન આપશો તો તમને લાભ મળી શકે છે. સંતાનના સ્વભાવને લઇ મનમાં નિરાશા થઇ શકે છે અને ભવિષ્યના ખર્ચને લઇને પણ ચિંતિત રહેશો. આવક અને વ્યય વચ્ચે સંતુલન જાળવીને રાખો. આજે ભાગ્ય 72 ટકા તમારાં પક્ષમાં રહેશે, લક્ષ્મી માતાને ખીરનો ભોગ ધરાવો.

મિથુન રાશિફળ

આજે વધારે ક્રોધના કારણે પરિવાર સાથે વિવાદ થવાની સંભાવના છે. બપોર બાદ નોકરી સાથે જોડાયેલા મુદ્દાઓનો ઉકેલ મળશે. સાંજના સમયે રાજકીય ધન મળવાની સંભાવના છે. ધન લાભની સાથે ખર્ચ પણ વધશે. આજે ભાગ્ય 86 ટકા તમારાં પક્ષમાં રહેશે, ગુરૂજન અથવા વરિષ્ઠ લોકોના આશીર્વાદ લો.

કર્ક રાશિફળ

આજે તમારાં કામમાં તલ્લીન રહેશો, તમારાં વિરોધીઓની આલોચનાની પરવા કર્યા વગર આગળ વધશો. સામાજિક ક્ષેત્રે મિત્રોની સંખ્યા વધશે. કોઇ પણ કામને શરૂ કર્યા બાદ તમે તેને પૂર્ણ કરીને જ રહેશો. આજે ભાગ્ય 66 ટકા તમારાં પક્ષમાં રહેશે, માતા પાર્વતીની પૂજા કરો.

સિંહ રાશિફળ

આજે અસમંજસની સ્થિતિમાં રહેશો, કોઇ મહત્વપૂર્ણ કર્યા અગાઉ વરિષ્ઠ અથવા માતાની સલાહ લો, તેમાં સફળતા મળશે. મિત્રોની મદદથી આગળ આવશો. વેપારમાં કોઇ લાભના અવસર હાથમાંથી છૂટી ના જાય તેનું ધ્યાન રાખો. આજે ભાગ્ય 98 ટકા તમારાં પક્ષમાં રહેશે, અન્નદાન કરો.

કન્યા રાશિફળ

આજે ક્રોધ પર નિયંત્રણ રાખો, વિપરિત પરિસ્થિતિમાં વાણીમાં સૌમ્યતા જાળવો. પારિવારિક તણાવ આજે દૂર થશે. નોકરીયાત વર્ગને પ્રમોશન મળી શકે છે. સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર મળશે. આજે ભાગ્ય 77 ટકા તમારાં પક્ષમાં રહેશે, સંકટનાશક ગણેશ સ્તોત્રનો પાઠ કરો.

તુલા રાશિફળ

આજે કાર્યક્ષેત્રે પદ અને અધિકારોમાં વૃદ્ધિ થશે. સમસ્યાઓનું સમાધાન મળવાથી માનસિક શાંતિ મળશે. પરિવારની સાથે શોપિંગ પર જઇ શકો છો. કામમાં સફળતા મળવાથી પ્રસન્નતા રહેશે. આજે ભાગ્ય 73 ટકા તમારાં પક્ષમાં રહેશે, ગણપતિને દુર્વા ચઢાવો.

વૃશ્વિક રાશિફળ

આજે કોઇ સરકારી સંગઠન તરફથી દીર્ઘકાલિન લાભની સ્થિતિ બનશે, કોઇ ભૂલથી સ્વાસ્થ્ય ખરાબ રહી શકે છે. સાંજના સમયે સંતાન પક્ષ તરફથી સમાચાર મળી શકે છે. અધિકારીઓ સાથે તાલમેલ રહેશે. આજે ભાગ્ય 69 ટકા તમારાં પક્ષમાં રહેશે, ભગવાન વિષ્ણુનું પૂજન કરો.

ધન રાશિફળ

આજે કોઇ મોટા અધિકારીની કૃપાથી અટકેલું ધન મળી શકે છે. પિતાની સાથે વિવાદની સંભાવના છે, તેથી ઉતાવળમાં કોઇ કામ ના કરો. સાંજના સમયે વ્યાપારિક ડીલ ફાઇનલ થઇ શકે છે. આજે ભાગ્ય 64 ટકા તમારાં પક્ષમાં રહેશે, શ્રી શિવ ચાલીસાનો પાઠ કરો.

મકર રાશિફળ

આજે કાર્યક્ષેત્રે તમારાં કામ પર ધ્યાન આપવું જોઇએ, નહીં તો વરિષ્ઠો સાથે મતભેદ થઇ શકે છે. કોઇ સમસ્યાના સમાધાન માટે પરિવાર સાથે ચર્ચા કરો. દામ્પત્ય જીવનમાં સામંજસ્ય રહેશે. પરાક્રમમાં વૃદ્ધિ થશે. આજે ભાગ્ય 74 ટકા તમારાં પક્ષમાં રહેશે, ગરીબોને વસ્ત્ર અને ભોજન દાન કરો.

કુંભ રાશિફળ

આજે કોઇ રોકાણથી ભવિષ્યમાં અત્યાધિક લાભ મળશે. વાણી પર નિયંત્રણ રાખો, વિવાદના કારણે સંબંધોમાં તિરાડ પડી શકે છે. ઘરમાં પ્રિય સામાનની આજે ખરીદી કરી શકો છો. સાંજના સમયે તીર્થ સ્થળની મુલાકાત લેશો. આજે ભાગ્ય 81 ટકા તમારાં પક્ષમાં રહેશે, કોઇ જરૂરિયાતમંદને ચોખાનું દાન કરો.


મીન રાશિફળ

આજે શારિરીક અને માનસિક રીતે પ્રસન્નતાનો અનુભવ કરશો. પરિવારના કોઇ સભ્યની વિવાહની વાત થઇ શકે છે. સાંજના સમયે ધાર્મિક સ્થળની યાત્રા પર જઇ શકો છો. સામાજિક ક્ષેત્રે યોગદાન કરશો. આજે ભાગ્ય 89 ટકા તમારાં પક્ષમાં રહેશે, શિવ જાપ માળાનો પાઠ કરો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!