Published By : Aarti Machhi

મેષ રાશિફળ
આજે તમારી મહેનતનું ફળ મળશે, વેપારમાં નવી યોજનાઓ શરૂ કરવાની તૈયારી છે તો તે પણ આજે પૂર્ણ થતી જોવા મળશે. અટકેલાં કાર્યોને પૂરાં કરવા માટે ભાઇઓની મદદ લઇ શકો છો. સામાજિક પ્રતિષ્ઠા વધશે, સાસરી પક્ષ તરફથી સન્માન મળશે. આજે ભાગ્ય 65 ટકા તમારાં પક્ષમાં રહેશે. પીપળના વૃક્ષ નીચે દીપક પ્રગટાવો


મિથુન રાશિફળ
સામાજિક કાર્યો સાથે સંકળાયેલા જાતકો માટે દિવસ ઉત્તમ છે, પરિવારના સભ્યો સાથે પિકનિક પર જવાનું પ્લાનિંગ કરી શકો છો. વિદ્યાર્થીઓએ અગાઉ કોઇ પરિક્ષાની તૈયારી કરી હશે તેમાં આજે મહેનત અનુસાર ફળ મળશે. આવક વૃદ્ધિના યોગના બની રહ્યા છે. આજે ભાગ્ય 96 ટકા તમારાં પક્ષમાં રહેશે. શિવલિંગ પર દૂધ ચઢાવો.

કર્ક રાશિફળ
આજે તમારી ધનમાં વૃદ્ધિ થશે, કોઇ સંપત્તિ ખરીદવા માટે દિવસ ઉત્તમ છે, પરંતુ પતાની સલાહ ચોક્કસથી લો. માતા પિતાના આશીર્વાદથી જે પણ કાર્ય કરશો તેમાં અવશ્ય સફળ બનશો. નોકરીયાત વર્ગને કોઇ ખાસ સુચના મળી શકે છે. આજે ભાગ્ય 61 ટકા તમારાં પક્ષમાં રહેશે. માતા પિતાના આશીર્વાદ લો.

સિંહ રાશિફળ
આજે સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહો, નહીં તો ભવિષ્યમાં કોઇ મોટી બીમારીનું રૂપ લઇ શકે છે. સામાન્ય પરેશાનીમાં પણ ડોક્ટરની સલાહ ચોક્કસથી લો. વેપારમાં આર્થિક લાભ મળવાથી શક્યતાઓ છે, જેના કારણે તમારાં કાર્યો સરળતાથી કરી શકશો. આજે ભાગ્ય 94 ટકા તમારાં પક્ષમાં રહેશે. ગાય માતાને લીલુ ઘાસ ખવરાવો.


તુલા રાશિફળ
કોઇ કાયકાદીય કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે તો તેમાં આવતી અડચણો આજે દૂર થઇ જશે અને નિર્ણય તમારાં પક્ષમાં આવી શકે છે. બિઝનેસમાં આજે પાર્ટનરથી સાવધાન રહો. બાળકોને વિદેશમાં અભ્યાસ માટે મોકલવા માટે દિવસ ઉત્તમ છે. આજે ભાગ્ય 73 ટકા તમારાં પક્ષમાં રહેશે. પીપળ પર દૂધ મિશ્રિત પાણી ચઢાવો.

વૃશ્વિક રાશિફળ
આજે વ્યવસાય સંબંધિત યોજનાઓ ફળીભૂત થશે, નવી યોજનાઓનો ભવિષ્યમાં અત્યાધિક લાભ પ્રાપ્ત થશે. વ્યવસાયમાં મનોવાંચ્છિત લાભ પ્રાપ્ત થશે. નોકરીમાં મહેનતનું કામ સોંપવામાં આવશે જેમાં સહકર્મીઓની મદદની જરૂર પડશે. આજે ભાગ્ય 80 ટકા તમારાં પક્ષમાં રહેશે. માછલીઓને લોટની ગોળીઓ ખવરાવો.

ધન રાશિફળ
આજે દિવસ ફળદાયી રહેશે, લાંબા સમયથી અટકેલું ધન પ્રાપ્ત થઇ શકે છે. પરિવારના સભ્યો સાથે કોઇ માંગલિક સમારંભમાં સામેલ થઇ શકો છો. વેપાર અર્થે કોઇ યાત્રા પર જશો તો તે ફાયદાકારક સાબિત થશે. આજે ભાગ્ય 88 ટકા તમારાં પક્ષમાં રહેશે. ગાયત્રી ચાલીસાનો પાઠ કરો.

મકર રાશિફળ
આજે બાળકોની સંગતિ પર ધ્યાન આપો, કોઇની ખરાબ સંગતથી બચો. આજે દિવસ ખર્ચાળ રહેશે, તેથી ખર્ચ પર નિયંત્રણ રાખો. અનાવશ્યક ખર્ચથી મન થોડું પરેશાન રહેશે. આજે કોઇ અન્ય વ્યક્તિની સલાહથી વેપારમાં રોકાણ ના કરો નહીં તો નુકસાન થઇ શકે છે. આજે ભાગ્ય 76 ટકા તમારાં પક્ષમાં રહેશે. હનુમાનજીને સિંદૂર ભેંટ કરો.

કુંભ રાશિફળ
આજે ઘર અથવા કારોબારમાં કોઇ પણ પ્રકારના વિવાદથી બચો, નહીં તો અનાવશ્યક માનસિક તણાવ રહી શકે છે. કોઇ યાત્રા ફાયદાકારક રહેશે, વેપારમાં નિર્ણય સમજી વિચારીને લો, નહીં તો નુકસાન થઇ શકે છે. આજે ભાગ્ય 92 ટકા તમારાં પક્ષમાં રહેશે. ભગવાન વિષ્ણુની આરાધના કરો.

મીન રાશિફળ
આજે કોઇ ઉત્સાહવર્ધન સુચના મળી શકે છે, કોઇ મહત્વના કામ અગાઉ પરિવારના સભ્યની સલાહ લો. કેટલાંક અનાવશ્યક ખર્ચ પર નિયંત્રણ રાખો નહીં તો ભવિષ્યમાં પરેશાની રહી શકે છે. શૅર માર્કેટ અને અન્ય સ્ત્રોતથી લાભ કમાઇ શકો છો. આજે ભાગ્ય 85 ટકા તમારાં પક્ષમાં રહેશે. વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો.