રંજન તેની ફિલ્મો અને ખાસ કરીને તેની ફિલ્મોના નામને લઈને હંમેશા ચર્ચામાં હોય છે ત્યારે સોમવારે લવ રંજનની ટીમ દ્વારા મુવીના નામના ઇનિશ્યલનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું અને લોકોને તે મૂવીનું નામ ધરવા માટે કહ્યું હતું. લવ રંજનની ફિલ્મો પર નઝર કરીએ તો તેની ફિલ્મના નામ હંમેશા લાંબા અને અલગ હોય છે જેમ કે, ” પ્યાર કા પંચનામા”, ” સોનુ કે ટીટુ કી સ્વીટી”, “દે દે પ્યાર દે”,… તેની આગામી ફિલ્મના મૂળાક્ષર “TJMM” શેર કરીને ફેન્સને નામ સજેસ્ટ કરવા જણાવ્યું હતું અને જેના ખુબ ફની અને મજેદાર રિસ્પોન્સ લોકોએ આપ્યા હતા.
આજે લવ રંજને તેની આગામી મુવીના નામની સાથે ટીઝર પણ રિલીઝ કર્યું છે. રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની લવ રંજન ડિરેક્ટેડ આગામી ફિલ્મનું નામ છે ” તું ઝૂંઠી મેં મક્કાર” આ ફિલ્મમાં રણબીર અને શ્રદ્ધાની સાથે બોની કપૂર પણ એક અગત્યના રોલમાં જોવા મળશે.શ્રદ્ધા કપૂરે પણ તેના ફેન્સ માટે આજે આ ટીઝર રિલીઝ કર્યું હતું. આ પહેલા શ્રદ્ધા કપૂર વરુણ ધવનની ભેડીયા ફિલ્મમાં જોવા મળી હતી જયારે રણબીર કપૂર બ્રહ્માસ્ત્રમાં જોવા મળ્યો હતો. રણબીર અને શ્રદ્ધા પહેલીવાર આ ફિલ્મ સાથે જોવા મળશે. ફિલ્મના ટીઝરમાં રણબીર અને શ્રદ્ધા એકબીજાના પ્રેમમાં હોવા છતાં એકબીજાને છેતરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. લવ રંજન તેની આગવી શૈલીમાં રોમેન્ટિક કોમેડી ફિલ્મ માટે જાણીતા છે ત્યારે તેની આ આગામી ફિલ્મને લઈને ઉત્સુકતા વધી રહી છે.