Home Entertainment તુ જૂઠી મેં મક્કારના પ્રમોશનમાં કોલકાતા પહોંચેલા રણબીર કપૂરે સૌરવ ગાંગુલીના બોલ...

તુ જૂઠી મેં મક્કારના પ્રમોશનમાં કોલકાતા પહોંચેલા રણબીર કપૂરે સૌરવ ગાંગુલીના બોલ પર ફટકારી સિક્સ…

0

Published by : Anu Shukla

  • ઈડન ગાર્ડન્સમાં જોવા મળી જોરદાર ટક્કર
  • રણબીર કપૂરની ટીમનું નામ મક્કાર ઈલેવન, જ્યારે સૌરવ ગાંગુલીની ટીમનું નામ જૂઠી ઈલેવન

રણબીર કપૂર સૌરવ ગાંગુલી સાથે ફ્રેન્ડલી ક્રિકેટ મેચ રમી ચૂક્યો છે. હાલના દિવસોમાં રણબીર તેની ફિલ્મ તુ જૂઠી મેં મક્કારના પ્રમોશનમાં વ્યસ્ત છે.

આ ફિલ્મના પ્રમોશન માટે રણબીર ગતરોજ કોલકાતા પહોંચ્યો હતો અને પ્રખ્યાત ઈડન ગાર્ડન્સ ખાતે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી સાથે ફ્રેન્ડલી મેચ રમી હતી. આ દરમિયાન રણબીર કપૂર સૌરવ ગાંગુલીના બોલ પર છગ્ગા અને ચોગ્ગા ફટકારતો જોવા મળ્યો હતો.

રણબીર કપૂરની ટીમનું નામ મક્કાર ઈલેવન હતું જ્યારે સૌરવ ગાંગુલીની ટીમનું નામ જૂઠી ઈલેવન રાખવામાં આવ્યું હતું. બંને ટીમો મેદાનમાં ટકરાઈ હતી. મેચ બાદ રણબીર કપૂરે સ્પષ્ટ કર્યું કે, તે સૌરવ ગાંગુલીની બાયોપિકમાં કામ કરી રહ્યો નથી.

રણબીર કપૂરે ગાંગુલીના વખાણ કર્યા

રણબીર કપૂરે કહ્યું, “મને લાગે છે કે દાદા લિજેન્ડ છે. તેઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એક લિજેન્ડ છે. તેમના પર બનેલી બાયોપિક ઘણી ખાસ હશે. કમનસીબે મને આ ફિલ્મની ઓફર કરવામાં આવી નથી. મને લાગે છે કે લવ ફિલ્મોના મેકર્સ હજુ પણ આ ફિલ્મની સ્ટોરી લખી રહ્યા છે.

કિશોર કુમારની બાયોપિકમાં કામ કરશે

આ દરમિયાન રણબીર કપૂરે કિશોર કુમારની બાયોપિકમાં કામ કરવાના સમાચાર આપ્યા હતા. તેણે કહ્યું, “હું 11 વર્ષથી કિશોર કુમારની બાયોપિક પર કામ કરી રહ્યો છું. હું આ ફિલ્મ અનુરાગ બાસુ સાથે મળીને લખી રહ્યો છું. મને આશા છે કે, આ મારી આગામી બાયોપિક હશે. પરંતુ અત્યાર સુધી મેં દાદા પર બાયોપિક બનવા વિશે કંઈ સાંભળ્યું નથી. મને ખબર નથી.

રણબીર કપૂરની તુ જૂઠી મેં મક્કાર 8 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મનું નિર્દેશન લવ રંજન કરી રહ્યા છે. આ ફિલ્મમાં પહેલીવાર રણબીર અને શ્રદ્ધા કપૂરની જોડી સાથે જોવા મળવાની છે. રણબીરની છેલ્લી રિલીઝ થયેલી બ્રહ્માસ્ત્ર સુપરહિટ રહી હતી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version