- અંકલેશ્વરના નવા કાસિયા ગામથી ભરૂચમાં ઠલવાય તે પહેલા પોલીસે છાપરા પાટિયાથી રીક્ષા અને ઇક્કો કારમાંથી ૪૫૦ લીટર દેશી દારૂ મળી કુલ ૧.૪૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો
- બી ડીવીઝન પોલીસે દેશી દારૂની ખેપ મારતી મહિલા સહીત ચાર ઇસમોને ઝડપી પાડ્યા
અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે થર્ટી ફસ્ટની ઉજવણી પહેલા અંકલેશ્વરના નવા કાસિયા ગામથી ભરૂચમાં રીક્ષા અને ઇક્કો કારમાં ભરી લઇ જવાતા દેશી દારૂના મોટા જથ્થા સાથે મહિલા સહીત ચાર ઈસમોને ઝડપી પાડી કુલ ૧.૪૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે થર્ટી ફસ્ટની ઉજવણી પહેલા દેશી અને વિદેશી દારૂનું રેલમછેલ અટકાવવા બુટલેગરો સામે લાલ આંખ કરી છે ત્યારે બાતમી મળી હતી કે નવા કાસિયા ગામેથી દેશી દારૂનો મોટો જથ્થો ઇક્કો કાર નંબર-જી.જે.૧૬.સી.એચ. ૪૨૦૬માં ભરી છાપરા પાટિયાથી ભરૂચ તરફ જનાર છે જેવી બાતમીના આધારે બી ડીવીઝન પોલીસે છાપરા પાટિયા પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી ઇક્કો આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી ૩૦૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ૬ હજારનો દારૂ અને ૮૦ હજારની કાર તેમજ ફોન મળી કુલ ૯૧ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો

નવા કાસિયા ગામની મહિલા બુટલેગર સંગીતાબેન બાલુ પાટણવાડિયા અને વિશાલકુમાર દશરથ પાટણવાડિયાને ઝડપી પાડ્યો હતો જયારે દહેજના ટાવર ફળિયામાં રહેતા બુટલેગરને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.

તો આવી જ રીતે બાતમી મળી હતી કે નવા કાસિયા ગામમાંથી દેશી દારૂનો જથ્થો ભરી રીક્ષા નંબર-જી.જે.૧૬.ઝેડ.૭૪૩૩માં બે ઈસમો છાપરા પાટિયા તરફ આવી રહ્યા છે જેવી બાતમીના આધારે પોલીસે છાપરા પાટિયા પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી રીક્ષા આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી ૧૫૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ૩ હજારનો દારૂ અને ૫૦ હજારની રીક્ષા મળી કુલ ૫૩ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ભરૂચના બહારની ઉંડાઈ