Published by : Vanshika Gor
દક્ષિણ અમેરિકાના ઇક્વાડોરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.7 નોંધવામાં આવી છે. મળતી માહિતી મુજબ ગુઆસમાં ભૂકંપ એટલો તીવ્ર હતો કે આખા શહેરમાં તેનો અનુભવ થયો હતો. ઘણા મકાનો અને ઇમારતોને ભારે નુકસાન થયું હતું તેમજ 12 લોકોના મોત થયા હતા. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરની બહાર નીકળી ગયા અને રસ્તા પર આવી ગયા. ભૂકંપનું કેન્દ્ર ગુઆસથી લગભગ 80 કિમી દક્ષિણમાં જણાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન એક્વાડોરના રાષ્ટ્રપતિ ગુલેર્મો લાસોએ સોશિયલ મીડિયા પર એક સંદેશ જારી કરીને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.
એક્વાડોરના રિસ્ક મેનેજમેન્ટ સચિવાલયે જણાવ્યું કે કારની અંદર બેઠેલા એક વ્યક્તિનું કુએન્કામાં મૃત્યુ થયું છે. ભૂકંપ સમયે તે કારની અંદર હાજર હતો, ત્યારે અચાનક એક ઘરનો કાટમાળ તેના પર પડ્યો અને તેનું મોત થયું હતું. આ સિવાય તટીય રાજ્ય અલ ઓરોમાં અન્ય ત્રણ લોકોના મોત થયા છે. જુદા જુદા વિસ્તારોમાંથી મૃત્યુઆંક સામે આવી રહ્યો છે, તેથી 12 મૃત્યુનો આંકડો વધુ વધી શકે છે.