Home Jambusar દક્ષિણ આફ્રિકામાં લૂંટના ઇરાદે ગુજરાતી પર ગોળીબાર, જોહનીસબર્ગમાં જંબુસરના યુવાનની હત્યા…

દક્ષિણ આફ્રિકામાં લૂંટના ઇરાદે ગુજરાતી પર ગોળીબાર, જોહનીસબર્ગમાં જંબુસરના યુવાનની હત્યા…

0

Published by : Vanshika Gor

દક્ષિણ આફ્રિકાના જોહનીસબર્ગમાં લૂંટ કરવા આવેલા નિગ્રોએ ગોળી મારીને એક ગુજરાતીની હત્યા કરી છે. નિગ્રો દ્વારા ફોડ્સ બર્ગ ટાવરમાં લૂંટ ચલાવવામાં આવી હતી. જે દરમિયાન રોજગારી અર્થે જોહનીસબર્ગ ગયેલો જંબુસરનો યુવાન જુબેર પટેલ ઉર્ફે જુબેર દેગ પર ગોળીબાર કરવામાં આવતા તેનું મોત નીપજ્યું હતું. યુવાન દીકરાનું વિદેશમાં મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.

બનાવ અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, ભરૂચ જિલ્લાના જંબુસરનો જુબેર પટેલ ઉર્ફે જુબેર દેગ રોજગારી અર્થે દક્ષિણ આફ્રિકાના જોહનીસબર્ગ ગયો હતો. જ્યાં તે ફોડ્સ બર્ગ ટાવરમાં આવેલી એક મોબાઈલ શોપમાં જોબ કરી રહ્યો હતો. સોમવારે નિગ્રો લૂંટના ઇરાદા સાથે ફોડ્સ બર્ગ ટાવરમાં ઘૂસ્યા હતા. જ્યાં દુકનાદારો અને ગ્રાહકોન બંધૂક બતાવી ધમકી આપી હતી. નિગ્રો હથિયારો સાથે આવી પહોંચતા નાસભાગ મચી હતી. જેના કારણે નિગ્રોએ ગોળીબાર કર્યો હતો.

નિગ્રો દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં જુબેર પટેલને ગોળી વાગી હતી અને તે ત્યાંજ ફસડાઈ પડ્યો હતો. સ્થાનિકો જુબરને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડે તે પૂર્વે જ તેનું મોત નીપજ્યું હતું. બનાવના પગલે જોહનીસબર્ગ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જોહનીસબર્ગમાં ગામના યુવાન દીકરાના મોતના સમાચાર મળતાંજ જંબુસર ગામ અને જુબેરના પરિવારમાં માતમ છવાયો હતો. વિદેશમાં વસતા ગુજરાતીઓ પર થતાં હુમલાના પગલે તેમના પરિવારજનો ચિંતિત બન્યા છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version