ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની વડે સિરીઝનો પ્રારંભ થઈ ચુક્યો છે. પ્રથમ મેચ ભારતે 9 રન ગુમાવી હતી. પ્રથમ વનડે લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાઈ હતી. વરસાદના કારણે નિર્ધારીત સમય પર મેચ શરુ થઈ શકી નહોતી. જેને લઈ મેચની 10-10 ઓવર બંને ઈનીંગમાંથી ઘટાડી દેવામાં આવી હતી. આમ 40-40 ઓવરની આ મેચમાં ટીમ ઈન્ડિયાના કાર્યવાહક કેપ્ટન શિખર ધવને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
દક્ષિણ આફ્રિકાએ ડેવિડ મિલર (અણનમ 75) અને હેનરિક ક્લાસેન (અણનમ 74) અને ક્વિન્ટન ડી કોકના 48 રનની અર્ધશતકની મદદથી 4 વિકેટે 249 રન બનાવ્યા હતા. જ્યારે ભારતે 17.4 ઓવરમાં 4 વિકેટે 51 રન પર સરકી ગયુ હતુ પરંતુ સંજુ સેમસને 63 બોલમાં અણનમ 86 રન સાથે પીછો કરી લીધો હતો પરંતુ તે પૂરતું ન હતુ કારણ કે તેઓ 8 વિકેટે 240 રન પર ઓવર સમાપ્ત થઈ હતી.. ભારતીય બોલરોમાં શાર્દુલ ઠાકુરે દક્ષિણ આફ્રિકાની બે વિકેટ લીધી હતી જ્યારે રવિ બિશ્નોઈ અને કુલદીપ યાદવે એક-એક વિકેટ લીધી હતી.