Published by : Anu Shukla
દક્ષિણ કોરિયાના નેશનલ સ્પેસ સેન્ટર અનુસાર તેમના પહેલા લૂનર ઓર્બિટર દનૂરીએ ચંદ્રની સપાટી અને પૃથ્વીની કેટલીક બ્લેક એન્ડ વ્હાઈટ તસવીર મોકલી છે, જે ખૂબ સુંદર છે.
સ્થાનિક ભાષામાં દનૂરીને બે શબ્દો એટલે કે ‘Moon’ અને ‘enjoy’ ને મળીને બનાવવામાં આવ્યુ છે. દનૂરીને ઓગસ્ટ 2022માં અમેરિકાથી સ્પેસએક્સ રોકેટથી લોન્ચ કરવામાં આવ્યુ હતુ. દનૂરીએ ગયા મહિને ચંદ્રની કક્ષામાં પ્રવેશ કર્યો છે.
દનૂરીએ આ તસવીર 24 ડિસેમ્બરથી 1 જાન્યુઆરીની વચ્ચે લીધી હતી. આ તસવીર ચંદ્રની સપાટી અને પૃથ્વીની છે. આને ચંદ્રથી 120 કિલોમીટર ઉપરથી પણ ઓછા અંતરેથી લેવામાં આવી છે. વર્ષ 2032માં પ્રસ્તાવિત ચંદ્ર મિશન માટે સંભવિત લેન્ડિંગ સાઈટને પસંદ કરવામાં આ તસવીરો અને વીડિયોનો ઉપયોગ કરવામાં આવશે. કારીએ જણાવ્યુ કે દનૂરી દર બે કલાકે ચંદ્રનું એક ચક્કર લગાવી રહ્યુ છે. ઓર્બિટર આગામી મહિને પોતાનું સાયન્ટિફિક મિશન શરૂ કરશે. જેમાં ચંદ્રની સપાટીનું વિશ્લેષણ, મેપિંગ અને ચુંબકીય શક્તિ તેમજ ગામા કિરણોને મેજર કરવાનું સામેલ છે.
દનૂરી પૃથ્વી પર તસવીર અને વીડિયો ટ્રાન્સમિટ કરીને એક્સપરિમેન્ટલ સ્પેસ ઈન્ટરનેટ ટેકનોલોજીની પણ તપાસ કરશે.

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક-યોલે દેશના અંતરિક્ષ પ્રોગ્રામમાં ‘ઐતિહાસિક ક્ષણ’ તરીકે દનૂરીની સિદ્ધિઓના વખાણ કર્યા છે. દક્ષિણ કોરિયાએ વર્ષ 2032 સુધી ચંદ્ર પર અને વર્ષ 2045 સુધી મંગળ ગ્રહ પર અંતરિક્ષ યાન ઉતારવાનું આયોજન બનાવ્યુ છે. કારીએ જણાવ્યુ કે કોરિયાની પાસે આ બંને મિશન સિવાય બાહરી અંતરિક્ષ સાથે જોડાયેલી અન્ય મહત્વાકાંક્ષી યોજનાઓ પણ છે.