Published By : Patel Shital
પ્રોટીન, કેલ્શિયમ, રાઈબોફ્લેવિન, વિટામિન B 6 અને વિટામિન B 12 જેવા પોષક તત્વોથી ભરપૂર હોવાથી દહીં પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે. દહીં સુંદરતાનો ખજાનો છે. તેનાથી થતા ફાયદાઓ પર એક એક નજર કરીએ.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/03/NATURAL-HAIR.jpg)
વાળની કુદરતી ચમક માટે
દહીં કુદરતી કન્ડિશનર નું કામ પણ કરે છે. સવારે સ્નાન કરતા પહેલા 1 વાટકી દહી લઈ વાળમાં માલિશ કરવી ત્યારબાદ થોડીવાર પછી વાળને ઠંડા પાણીથી ધોઈ લો. તેનાથી વાળની ગૂંચ અને ડેન્ડ્રફ દૂર થઈ જાય છે.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/03/STRONG-BONES-1024x683.jpg)
હાડકાંની મજબૂતી
દહીંમાં ખૂબ જ પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. જે હાડકાંને મજબૂત બનાવે છે. સાથે જ નખ અને દાંતને પણ મજબૂત બનાવે છે. તેનાથી માંસપેશીઓને યોગ્ય રીતે કામ કરવામાં મદદ મળે છે.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/03/AVOID-ACIDITY.jpg)
એસિડીટી દૂર કરે છે
ઘણા લોકોને જમ્યા બાદ એસિડીટી થઈ જાય છે. જો તમને પણ આવી તકલીફ હોય તો જમતી વખતે સાથે એક વાટકી દહીં ખાઓ. તે તમારા શરીરમાં PH બેલેન્સ જાળવી રાખશે. સાથે જ પેટમાં પેદા થયેલી ગરમીને દૂર કરશે.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/03/SKIN-TANNING.jpg)
ટેનિંગને પણ દૂર કરે છે
દહીં સુંદરતા વધારવા અને સ્વાસથ્ય માટે પણ ઉપયોગી છે. ગરમીમાં શરીરની ચામડી પર વધારે પડતા તાપને કારણે ત્વચા રૂખ થઈ જાય છે. એવા સમયમાંબ દહીં દ્વારા ચામડીને પોષણ આપી દૂર કરી શકાય છે. તો બેસન અને દહીંની પેસ્ટ બનાવી લેપ લગાડવાથી ચહેરા પર ચમક આવે છે. દહીં ચહેરા, ગળા અને બાજુઓની સુંદરતામાં વધારો કરે છે.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/03/JOINT-PAIN-1.jpg)
સાંધાઓનું દર્દ કરે છે દૂર
દહીંમાં હીંગનો વઘાર કરીને ખાવાથી સાંધાના દુ:ખાવામાં આરામ મળે છે. તે સ્વાદિષ્ટ હોવાની સાથે પૌષ્ટિક પણ છે.