Published By : Parul Patel
હાલમાંજ કોસ્ટ ગાર્ડ તેમજ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) અને કસ્ટમ દ્વારા સંયુક્ત ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં દરિયામાં ફેંકી દેવાયેલ 11 કિલો સોનું સહીત કુલ 32 કિલો સોનું ઝડપાયું હતું.
ઝડપાયેલા સોનાની ઘટનાની વિગત જોતા કોસ્ટ ગાર્ડ અને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા સંયુક્ત ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમા મન્નારના અખાતમાં મળેલ બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી. તામિલનાડુના રામનાથપુરમ જિલ્લાનાં મંડપમ ફિશીંગ બંદર પાસેથી સોનું ઝડપી પાડવામાં આવ્યું હતું. જોકે ત્રણ જેટલાં વ્યક્તિઓએ બોટ દ્વારા નાસી જવાનો પ્રયાસ કર્યો હતો, સાથેજ આશરે 11 કિલો સોનું દરિયામાં ફેંકી દીધું હતું. જોકે એ ત્રણેય વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા હતા તેમજ દરિયામાં ફેંકી દેવાયેલ સોનું શોધી કાઢ્યુ હતું. કુલ કિંમત રૂપિયા 20.20 નું 32 કિલો વજનનું સોનું જપ્ત કરવામાં આવ્યું હતું.