Published by : Rana Kajal
ગુજરાત રાજ્યની સરહદ પર સમુદ્ર વહી રહયો છે. પરંતું દર વર્ષે તેનુ ધોવાણ થઈ રહ્યુ છે.હાલમાં જ રાજ્યસભાના ચાલુ સત્રમાં દેશના દરિયા કાંઠાના પરિવર્તન મામલે પુછેલા પ્રશ્નમાં છેલ્લા 28 વર્ષમાં ગુજરાતના કુલ દરિયા કિનારાનો 27.60% ધોવાયો હોવાનું જણાવવામાં આવ્યું હતું. જ્યારે દેશનો સરેરાશ 33.60% દરિયા કાંઠો ધોવાયો છે. જેમાં દેશના પશ્ચિમ કાંઠાનો 29.59% તેમજ પૂર્વી કાંઠાના 38.32% કિનારાનું ધોવાણ થયું છે.
રાજ્યસભાના ચાલુ સત્રમાંડો.સી.એમ.રમેશે પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન વિભાગના રાજ્યમંત્રી અશ્વિનીકુમાર ચૌબેને દેશના દરિયા કિનારાના ધોવાણ અંગે પ્રશ્ન પુછ્યો હતો. મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સના વર્ષ 1990 થી 2018 સેટેલાઇટ ડેટા પ્રમાણે ભારતીય તટરેખાનો 33.60% હિસ્સો ધોવાયો છે. જ્યારે 39.60% હિસ્સો સ્થિર તેમજ 26.90% હિસ્સો વધ્યો છે.છેલ્લા 28 વર્ષમાં ગુજરાતનો 537.50 કિલોમીટરનો તટ ધોવાયો છે. વિસ્તારની દ્રષ્ટ્રીએ ગુજરાતનો તટ સૌથી વધુ ધોવાયો છે. આ ઉપરાંત 422.94 કિલોમીટર સાથે તમિલનાડુ બીજા ક્રમે, 323.07 કિલોમીટર સાથે પશ્ચિમ બંગાળ ત્રીજા ક્રમે, 294.89 કિલોમીટર સાથે આંધ્રપ્રદેશ ચોથા ક્રમે અને 275.33 કિલોમીટર સાથે કેરળ પાંચમા ક્રમે વિસ્તારની દ્રષ્ટ્રી ધોવાણ ધરાવે છે.