Home News Update Nation Update દરેકને સરકારી યોજનાનો લાભ મળવો જોઈએ પ્રવાસી કામદારો માટે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક...

દરેકને સરકારી યોજનાનો લાભ મળવો જોઈએ પ્રવાસી કામદારો માટે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો….

0

Published by : Vanshika Gor

સુપ્રીમ કોર્ટે ગઈકાલે સ્થળાંતર કામદારોને લઇ એક મહત્વની વાત કીધી હતી. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો સ્થળાંતર કામદારોને ફક્ત એ આધાર ઉપર રેશન કાર્ડ આપવાથી ના પાડી શકે નહિ કારણ કે તે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અંતર્ગત વસ્તીના રેશિયાથી બહાર છે. જસ્ટિસ એમ આર શાહ અને ન્યાયમૂર્તિ અહસાનુદ્દીન અમાનુલ્લાની ખંડપીઠે કહ્યું કે પ્રત્યેક નાગરિકને સરકારની કલ્યાણકારી યોજનાનો લાભ મળવો જોઈએ.

સરકારની કલ્યાણકારી યોજનાનો લાભ બધાને મળવો જરૂરી

ખંડપીઠે કહ્યું કે, એવું નથી કહી રહ્યા કે સરકાર તેની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહી છે અથવા કલ્યાણકરી યોજનામાં કોઈ બેદરકારી દાખવે છે. તેમ છતાં કેટલાક લોકો છુટી જાય છે તો કેન્દ્ર અને રાજ્ય સરકારોએ જોવું જોઈએ કે તેમને રેશન કાર્ડ મળી જાય. કોર્ટે કહ્યું કે, કેન્દ્ર સરકાર કે કોઈ રાજ્ય સરકાર એ આધાર પર રેશન કાર્ડ આપવાની ના કહી શકે નહિ કારણ કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અંતર્ગત વસ્તીનો રેશિયો યોગ્ય રીતે રાખવામાં આવ્યો નથી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version