હોલીવૂડ ફિલ્મ અવતાર ટુ જોવા માટે દર્શકો ઉત્સાહિત છે. જેનો પુરાવો ફિલ્મના ભારતના એડવાન્સ બુકિંગ પરથી મળી ગયો છે. આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ રિલીઝના એક દિવસ પહેલાનું ફ્કત ભારતમાં ૫,૪૦૭૭૪ છે.બોલીવૂડેની ફિલ્મો ઉપરાછાપરી નિષ્ફળ જઈ રહી છે ત્યારે હોલીવૂડની આ ફિલ્મે એડવાન્સ બુકિંગમાં જ ૧૫.૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છ,અને આ રકમ ઝડપથી વધવાની આશા છે. આ રીતે આ ફિલ્મે થોરઃ લવ એન્ડ થન્ડરનો રેકોર્ડ તોડી નાખ્યો છે,જેણે ૧૪ કરોડની એડવાન્સ બુકિંગ કમાણી ફક્ત એક જ દિવસમાં કરી હતી.ઉલ્લેનખનીય છે કે, મુંબઇમાં આ ફિલ્મનું વિશેષ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. જેમાં બોલીવૂડના ટોચના માંધાતાઓ જોવા મળ્યા હતા. આ ફિલ્મ જોઇને અક્ષય કુમાર અન ેવરુણ ધવને ફિલ્મ અને ફિલ્મસર્જકના સોશિયલ મીડિયા પર વખાણ કર્યા હતા.
અવતાર ફ્લિમ ૨૦૦૯માં રિલીઝ થઇ હતી. ત્યારે આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર ૧૪૦ કરોડ રૂપિયાની ધૂમ કમાણી કરી હતી.ટ્રેડ વર્તુળોએ જણાવ્યું હતું કે આ ફિલ્મનું એડવાન્સ બૂકિંગ પુરવાર કરે છે કે દર્શકો સારું કન્ટેન્ટ જોવા આતુર જ છે. પરંતુ, બોલીવૂડના સર્જકોએ દર્શકોને નિરાશ કર્યા છે.