Published By : Patel Shital
- આખરે FSSAI એ પ્રાદેશિક નામ લખવા આપેલ મંજૂરી…
દેશમાં ભાષા અંગેનો વાદ વિવાદ હજી પણ જણાઈ રહ્યો છે જેમ કે FSSAI દ્વારા “દહીં” શબ્દ લખવાના આગ્રહને દક્ષિણના રાજ્યોએ પડકારી તેનો વિરોધ કર્યો હતો. તેઓ એ જણાવ્યું કે દક્ષિણ ભારતમાં દહીં શબ્દનો લોકો ઉપયોગ કરતા નથી.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/03/TAMILNADU-PM.jpg)
દહીં શબ્દથી ઉભા થયેલ ભાષા વિવાદની વિગત જોતા તામિલનાડુની સહકારી દૂધ ઉત્પન્ન એજન્સી આવિન ને ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) એ દહીં શબ્દ પેકેટ પર લખવા જણાવ્યું હતુ. પરંતું ડેરી અત્યાર સુધી તમિલનાડુમાં દહી માટે પ્રચલિત શબ્દ “તાયર” પેકેટ પર લખતી હતી. આ વિવાદ ઉભો થતા તમિલનાડુના મુખ્ય મંત્રી સ્ટાલીને કેન્દ્ર પર આક્ષેપ કરી કહ્યુ હતું કે હિંદી ભાષા થોપવાનો પ્રયાસ ન કરો આખરે FSSAI એ પ્રાદેશિક ભાષા નો શબ્દ “તાયર” દહીંના પેકેટ પર લખવાની મંજૂરી આપી હતી.