Published by : Rana Kajal
ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, છતાં એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાનો સિલસિલો યથાવત છે. દહેગામના પૂર્વ MLA કામિનીબા રાઠોડે ગઈકાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે. અને આજે સત્તાવાર રીતે તેઓ ભાજપમાં જોડાશે. કોંગ્રેસમાંથી દહેગામ બેઠક પર ટિકિટ કપાતા કોંગી MLA નારાજ થયા હતા. જેથી તેઓએ અપક્ષમાંથી દાવેદારી નોંધાવી હતી.
જો કે હવે તેમણે દાવેદારી ફોર્મ પરત ખેંચ્યુ છે. કામિનીબાએ ‘હાથ’નો સાથ છોડતા કહ્યું હતુ કે,કોંગ્રેસમાં સાચા અને સનિષ્ઠ વ્યક્તિની કદર થતી નથી,પાર્ટીએ અમારી માગણીઓ પર ધ્યાન ન દોર્યું. આ સાથે તેમણે ભાજપમાં કોઈપણ
પ્રકારના લોભ-લાલચ સાથે ન જોડાવવાનો પણ દાવો કર્યો છે.કામિનીબા રાઠોડે કોંગ્રેસનો સાથ છોડતા કહ્યું હતુ કે,કોંગ્રેસમાં સાચા અને સનિષ્ઠ વ્યક્તિની કદર થતી નથી,પાર્ટીએ અમારી માગણીઓ પર ધ્યાન ન દોર્યું.