Published by : Vanshika Gor
- જયપુર-દિલ્હી એકસપ્રેસ વે ઉપર બ્રિજ નીચે ખાલી ટેન્કર બિનવારસી મળ્યું
દહેજથી ₹25.16 લાખનું ફીનોલ ભરી રાજસ્થાન નીકળેલ ટેન્કર જયપુર-દિલ્હી એક્સપ્રેસ વે ઉપર ખાલી હાલતમાં મળી આવતા દહેજ મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ગાંધીધામમાં બ્રધર્સ ટ્રાન્સપોર્ટ ચલાવતા ભાવેશ મરંડે તેમના 10 ટેન્કર પૈકી એક ટેન્કર દહેજ મોકલું હતું. રાજસ્થાનથી કેમિકલ વાપી ખાલી કરી આવનાર ટેન્કર ચાલકને દહેજ મોકલાયો હતો. ગત 8 ફેબ્રુઆરીએ ટેન્કર નંબર GJ 12 AZ 7447 લઈ બાડમેર રહેતો ડ્રાઈવર ભેરારામ દહેજની દીપક ફીનોલેક્સ કંપનીમાં પોહચ્યો હતો.
જ્યાં ટેન્કરમાં 24 ટન મોલટન ફીનોલ કિંમત રૂપિયા 25.16 લાખનું ભરી રાજસ્થાનની એગ્રો એલાઈડ કંપનીમાં પોહચાડવા નીકળ્યો હતો. જોકે ટેન્કર 11 ફેબ્રુઆરી સુધી નહિ પોહચતા વાહનમાં લાગેલ GPS ચેક કરતા જયપુર-દિલ્હી એકસપ્રેસ વે ઉપર બ્રિજ નીચે માલુમ પડ્યું હતું. જ્યાં અન્ય સ્થાનિક ડ્રાઈવરને મોકલતા ટેન્કર ખાલી હોવાનું જણાયુ હતું. જે સંદર્ભે ટ્રાન્સપોર્ટ માલિકે શનિવારે દહેજ દોડી આવી મરીન પોલીસ મથકે ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.દોઢ મહિના પહેલા જ ટેન્કર ડ્રાઈવર તરીકે લાગેલો શખ્સ 24 ટન ફીનોલ બારોબાર સગે કરી ફરાર થઇ જતા હવે તેની શોધખોળ આરંભાઈ છે.