- આંતરિક અગ્નિશામક દ્વારા આગ ઉપર 30 મિનિટમાં જ મેળવ્યો કાબુ
- આગની હોનારત વચ્ચે ફરજ ઉપર હાજર હતા 150 થી વધુ કામદારો
- કંપની કરી રહી છે ફૂડ એન્ટી ઓક્સીડેશન અને ઇન્ટીગ્રેડેશનનું ઉત્પાદન
ઔદ્યોગિક ગઢ ભરૂચ જિલ્લામાં આગ અને અકસ્માતોની હોનારતો અટકવાનું નામ લેતા નથી. જોકે જ્યાં વિકાસ છે ત્યાં વિનાશ પણ નિર્વિવાદીત છે. અને તમે કોઈ વસ્તુનું સર્જન ઉત્પાદન કરી રહ્યા છો તો છમકલાં તો સર્જવાના છે. આવો જ બનાવ મંગળવારે સાંજે દહેજ સેઝ 2 માં આવેલી કેમલીન ફાઇન સાયન્સમાં બન્યો હતો.

રૂપિયા 180 કરોડના ખર્ચે સ્થપાયેલી કંપનીમાં આજે ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી.દરમિયાન ઇન્સ્યુલેશન પ્લાન્ટમાં અચાનક કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગની લેપ્ટો આકાશમાં 100 થી 200 મીટર ઉપર કાળા ડિબાંગ ધુમાડાના રૂપમાં ફેલાતા ગુજરાત પોલ્યુશન બોર્ડ, સેફટી અને ફાયર વિભાગ સાથે દહેજ પોલીસ દોડતી થઈ હતી.જોકે કંપનીની આંતરિક ફાયર સેફટી સિસ્ટમ દ્વારા ગણતરીના સમયમાં આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો. ઘટનામાં કોઈ જાનહાની નોંધાઇ નથી. ફરજ ઉપર રહેલા 200 જેટલા કર્મચારી સુરક્ષિત હોવાની માહિતી મળી રહી છે.આગજની અંગે ફાયર સેફટી, જીલીસીબી, જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસે સ્થળ ઉપર દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે.